Home /News /south-gujarat /

અમદાવાદમાં યોગ દિવસે કયા રૂટ બંધ અને ક્યા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ જાણો

અમદાવાદમાં યોગ દિવસે કયા રૂટ બંધ અને ક્યા વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ જાણો


૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી પર અમદાવાદ ના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવવાની છે. ત્યારે યોગ દિવસ ના અવસર પર વિશ્વ રેકોર્ડ પણ થવા નો છે માટે મોટી સંખ્યામાં લોકોં આવે અને યોગ શીખે માટે યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા યોગ શિબિર ચલાવવામાં આવી રહી છે. જેનો આજે ત્રીજો દિવસ હતો. આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ એકત્ર થયા છે. ત્યારે આવતી કાલે પણ અમદાવાદમાં  કયા રૂટ બંધ રહશે તે તમારા માટે જાણવું જરૂરી છે.
યોગ શિબિર દરમ્યાન તારીખ 21-06-17 અમદાવાદમાં ક્યાં ક્યાં રુટ બંધ રહેશે જાણો


- કેશવબાગ ત્રણ રસ્તા થઈને અંધજન મંડળ ચાર રસ્તા પર થઈને હેલ્મેટ સર્કલ ચાર રસ્તા થઈને એ.ઇ.સી ચાર રસ્તા સુધીનો માર્ગ પર યોગ કાર્યક્રમમાં આવનાર સિવાયના વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


- સાંઈબાબા ચાર રસ્તા પર થઈને હેલ્મેટ ચાર રસ્તા થઈને વિજય ચાર રસ્તા થઈને કોમર્સ છ રસ્તા સુધીના માર્ગો પર કર્યક્રમ સિવાયના વાહનો આવી શકશે નહીં.


-પાંજરાપોળ ચાર રસ્તા થઈને અંધજન મંડળ ચાર રસ્તા થઈને વસ્ત્રાપુર ગામ સુધીના માર્ગ પર સામાન્ય વાહનો બંધ રહેશે.


-કલ્યાણ પુષ્ટિ હવેલી વસ્ત્રાપુરથી આલ્ફાવન મોલ થી લઈને જીએમડીસી કોર્નરના ખાંચા સુધીના માર્ગ ઉપર કાર્યક્રમ સિવાયના તમામ વાહનો પ્રવેશી શકશે નહીં.


-વિજય ચાર રસ્તા થઈને દાદા સાહેબના પગલાં થઈને એલ.ડી કોલેજના ત્રણ રસ્તા થઈને પાસપોર્ટ ઓફીસ સુધી આવતા બન્ને માર્ગો ઉપર કાર્યક્રમ સિવાયના વાહનો પર અવર જવર  કરી શકશે નહીં.


- દાદા સાહેબના પગલાં વાળા ચાર રસ્તા થઈને યુનિવર્સીટી લાયબ્રેરી અને યુનિવર્સીટીના  ક્રિકેટ ગ્રાઉન્ડ તરફનો રોડ તથા તેના જોડતા અન્ય રસ્તાઓ સુધીનો માર્ગ કાર્યક્રમમાં આવનારા વાહનો સિવાયના વાહનો પર પ્રતિબંધ રહેશે.


- મોદી સ્કૂલથી પી.આર.એલ ચાર રસ્તા થઈને ગુજરાત સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તરફના રોડ રસ્તા પર કાર્યક્રમમાં આવનારા વાહનો સિવાયના વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.


-કોમર્સ છ રસ્તાથી હનુમાન મંદિર થઈને જૈન દેરાસર વાળી ગલીથી લુતફ રેસ્ટોરન્ટ જંકશનથી સામે એ.ઇ.એસ મેદાન સુધીનો રોડ તેમજ સૌરભ ચાર રસ્તા થઈને યુનિવર્સીટી ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીનાં માર્ગ ઉપર કાર્યક્રમમાં આવનારા સિવાયના વાહનો પર પ્રતિબંધ રહેશે.


-કોમર્સ છ રસ્તાથી લઈને એ.જી ચોકી થઈને એમ.જી સાયન્સ કોલેજ ગેટ થઈને દાદા સાહેબના પગલાંના ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર કાર્યક્રમમાં આવનારા વાહનો સિવાયના વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.


- સેન્ટ ઝેવિયર્સ કોલેજના ચાર રસ્તા થઈને એલ.ડી એન્જીનયરિંગ કોલેજના ગેટના ત્રણ રસ્તા સુધીના માર્ગ ઉપર કાર્યક્રમ સિવાયના વાહનો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.


વૈકલ્પિક રૂટની વ્યવસ્થા


-કેશવાબાગ ત્રણ રસ્તા થઈને માનસી સર્કલ થઈને જજીસ બંગલો થઈને એન.એફ.ડી થઈને સાંઈબાબા ચાર રસ્તા થઈને થલતેજ થઈને સાલ હોસ્પિટલ એઓળ ઉપર અવર જવર કરી શકાશે.


- એ.ઇ.સી ચાર રસ્તાથી નારણપુરા ચાર રસ્તા થઈને નવરંગ સર્કલ સુધીના રસ્તા પર અવર જવર કરી શકાશે.


- જોધપુર ચાર રસ્તાથી શિવરંજની ચાર રસ્તા થઈને નહેરગર સર્કલ તરફ અવર જવર કરી શકાશે.


-કોમર્સ છ રસ્તાથી લઈને સ્વસ્તિક ચાર રસ્તા થઈને સી.જી.રોડ તરફ અવર જવર કરી શકાશે.


-ગિરીશ કોલડ્રિન્ક ચાર રસ્તા થઈને સેન્ટ ઝેવિયર્સ થઈને વાઘબકરી લોજથી ડાબી તરફ વળી સમર્પણ ચાર રસ્તા થઈને જમણી બાજુ વળી જોગણી માતાના મંદિર વાળા ચાર રસ્તા થઈને ડાબી બાજુ વાળી  પોલીટેક્નિક તરફ અવર જવર કરી શકાશે.- યોગ કરવા માટે ગુજરાતભરમાંથી લોકોને અમદાવાદ પહોચવા આશરે 6000 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.


- ટ્રાફિક વ્યવસ્થામાં આશરે 1500 જેટલા ટ્રાફિક જવાનો કામે લાગશે.


05 એસીપી, 01ટ્રાફિક ડીસીપી,15 પી.આઈ,50 પી.એસ.આઈ


3000 જેટલી સરકારી બસો તથા અન્ય ટુ વહીલર અને ફો વહીલર


10 જેટલા રૂટો બંધ કરીને 06 જેટલા વૈકલ્પિક રૂટો ફળવાયા...


- અમદાવાદના 12 જેટલી વૈકલ્પિક જગ્યાઓ પાર્કિંગ માટે ફાળવાઈ.


-આ જાહેરનામું 21 તારીખ સવારે  03 વાગ્યાથી બપોરે 11 વાગ્યા સુધી લાગુ રહેશે.


ટ્રાફિક જામ ના થાય માટે અલગ અલગ સમયે પાર્કિંગ માંથી વ્હીકલો બહાર લાવવામાં આવશે.


અમિત શાહ પણ અમદાવાદમાં યોગ કરશે

Amit_Shah_GE_171216

 

વિશ્વ યોગ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉજવણીમાં અમિત શાહ સહીત લાખ્ખો લોકો ભાગ લેવાના હોવાથી પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જો કે ટ્રાફિકને લઇને કોઇને સમસ્યા ન સર્જાય તે માટે પણ ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.જીએમડીસી ગ્રાઉન્ડ સુધી લોકો કોઇપણ તકલીફ વગર પહોચી શકે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ પાર્કિગ ઉપરાંત કેટલાક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.


First published:

Tags: અમદાવાદ, આંતર રાષ્ટ્રીય યોગ દિવસ, જીએમડીસી ગ્રાઉન્ડ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन