ભરુચઃ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મહિલા સરપંચના પતિનું હાર્ટએટેક આવતા મોત

ભાષણ આપતા ભરૂચના શિલ્પગ્રામના મહિલા સરપંચના પતિ

ભરૂચના શુક્લતીર્થ ગામમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરિયાન પંચાયતના મહિલા સંરપંચના પતિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.

 • Share this:
  જય વ્યાસ, ભરુચ

  આજે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ છે. આજના દવિસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આજે ભારત દેશ આઝાદ થયાના 71 વર્ષ પૂરા થયા. રાજ્ય સહિત દેશ ભરમાં આઝાદીના આનંદની ઉજવણી થઇ હતી. જોકે, આનંદના આ અવસર પર ભરૂચમાં એક દુઃખદ ઘટના બની છે. ભરૂચના શુક્લતીર્થ ગામમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરિયાન પંચાયતના મહિલા સંરપંચના પતિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેના પગલે કાર્યક્રમમાં દોડધામ મચી હતી અને કાર્યક્રમને સ્થગિત કરી દેવાયો હતો.

  મળતી માહિતી પ્રમાણે ભરૂચ જીલ્લામાં આવેલા શુક્લતીર્થ ગામમાં પંચાયત દ્વારા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે ગામમાં મહિલા સરપંચ અને તેમના પતિ સહિત ગામના લોકો કાર્યક્રમમાં હાજર હાજર રહ્યા હતા. મહિલા સરપંચે ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમના પતિ આ અવસર પ્રસંગે વક્તવ્ય આપવા માટે ઊભા થયા હતા.

  તેઓ ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ મંચ ઉપર જ ઢળી પડ્યા હતા. જેના પગલે કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ હતી. સાથે સાથે તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. મહિલા સરપંચના પતિના મોતના પગલે કાર્યક્રમને સ્થગિત રાખવામાં આવ્યો હતો. સાથે સાથે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે, એક તરફ દેશની આઝાદીના આનંદમાં આખો દેશ ઉજવણી કરી રહ્યો ત્યારે ભરૂચના આ નાનકડા ગામમાં કરૂણ ઘટના બનતા ગામ લોકોમાંશોકની લાગણી ફેલાઇ છે.
  Published by:Ankit Patel
  First published: