બુટલેગરની પત્નીએ પતિની પ્રેમિકાના બ્યુટિ પાર્લરમાં કરી તોડફોડ! CCTV Video

સલૂનમાં તોડફોડ કરતી મહિલાઓ (સીસીટીવી વીડિયો સ્ક્રીન શોર્ટ)

 • Share this:
  જય વ્યાસ - ભરૂચ

  ભરૂચ જીલ્લાના દહેજથી એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલીક મહિલાઓ એક બ્યુટિ પાર્લરમાં આતંક મચાવી તોડફોડ કરી રહી છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલા એક સલૂનમાં 8થી 10 જેટલી મહિલાઓ ધોકા લઈ દુકાનમાં આતંક મચાવી તોડફોડ કરતી હોય તેવો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  પોલીસ સુત્રો પાસ્થી મળતી માહિતી અનુસાર, દહેજ બાયપાસ રોડ પર આવેલા સલૂનમાં 8થી 10 મહિલાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે, આ મુદ્દે અમને માહિતી મળતા ઘટના સ્થળ પહોંચી હાથ ધરી હતી, જેને પગલે દુકાનમાં લાગેલા સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, કેટલીક મહિલાઓ દ્વારા દુકાનમાં તોડફોડ કહરવામાં આવી છે. જોકે, આ મામલે દુકાન માલિક કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવવા તૈયાર નથી.

  પોલીસ સુત્રોને આશંકા છે કે, સલૂન મહિલા માલિક સાથે કુખ્યાત બુટલેગરને સંબંધ હોવાની અદાવતમાં બુટલેગરની પત્ની તથા તેની સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. સલૂન માલિકે કુખ્યાત બુટલેગરના પરિવારની સંડોવણી અને ભયમાં ફરિયાદ ન નોંધાવી હોવાની શંકા છે. પોલીસે સીસીટીવીના આધારે કાયદો અને વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા જાતે ફરિયાદી બની વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:kiran mehta
  First published: