ક્યાં ગયા ખળખળ વહેતા નર્મદાના નીર? નદીમાંથી વાહનવ્યવહાર શરૂ

News18 Gujarati
Updated: March 18, 2018, 2:15 PM IST
ક્યાં ગયા ખળખળ વહેતા નર્મદાના નીર? નદીમાંથી વાહનવ્યવહાર શરૂ
અહીં નદીમાંથી પસાર થાય છે પદયાત્રી, વાહનો, ઘોડા અને ખેતીનો સમાન...

અહીં નદીમાંથી પસાર થાય છે પદયાત્રી, વાહનો, ઘોડા અને ખેતીનો સમાન...

  • Share this:
ગુજરાતની જીવાદોરી નર્મદાએ ચાર રાજ્યની વીજળી પાણી સહિતની સમસ્યાઓ હલ કરી છે, પરંતુ આજે ખળખળ વહેતા નીર માટે જાણીતી નર્મદાએ અસ્તિત્વ ગુમાવી સમૃદ્ધિ અર્પી છે. ભરૂચ નજીક આજે નર્મદાના એ હાલ થયા છે કે ભરૂચ - ઝગડીયા વચ્ચે નદીમાંથી વાહનવ્યવહાર શરુ થયો છે.

પ્રથમ દ્રષ્ટિએ કોઈ એડવેન્ચર્સ ટૂરનો અહેસાસ કરાવતું  દ્રશ્ય કોઈ હિલ સ્ટેશન કે પર્વતના તળ વિસ્તારના નહિ પરંતુ ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીના છે. જેમાં જળ ન રહેતા બોટનું ચાલવું મુશ્કેલ થતા પાણીમાં વાહનવ્યવહાર શરુ થયો છે. દરરોજ અહીં નદીમાંથી પસાર થાય છે પદયાત્રી, વાહનો, ઘોડા અને ખેતીનો સમાન. આ છે ગુજરાતની સૌથી મોટી અને કચ્છ સુધીની સુકીભઠ જમીનને હરિયાળી અર્પનાર નર્મદા નદીના હાલ. અત્યાર સુધી બોટમાં બે ગામના લોકો વચ્ચે વ્યવહાર હતો પરંતુ ૪-૫ વર્ષથી નર્મદામાં પાણી ન રહેવાથી નદીમાં બોટ ફરતી બંધ થઇ છે. આજે સ્થિતિ એ બની કે અતિવ્યસ્ત અને પ્રવાસીઓથી ઘેરાયેલા રહેતા કબીરવડ સહિતના સ્થળ બંધ થયા છે.

નદીમાં વાહન વ્યવહાર અને મુસાફરી આમ તો એડવેન્ચરનો અહેસાસ કરાવે છે પરંતુ અચાનક આવતી ભરતી ક્યારેક જોખમમાં પણ મૂકે છે વધુમાં સૌથી મોટું જોખમ નદીમાં ફરતા મગરનું છે. સમયાંતરે નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં મગરના હુમલા થાય છે ત્યારે નસીબ અને કુદરતના ભરોસે રોજ સેંકડો લોકો નદી ઓળંગે છે.

નર્મદાના પાણી વિના વેપાર, રોજગાર અને પાયાની સુવિધાઓ છીનવાઈ જતા હજારો લોકોના જીવન ઉપર પરિસ્થિતિની માઠી અસર વર્તાઈ રહી છે જે હવે સરકાર તરફ મીટ માંડી બેઠા છે ત્યારે સરકારની તેમની સમસ્યાઓ ઉપર નજર પડે છે કે કેમ તે જોવું રહ્યું!!!

સ્ટોરી - જય વ્યાસ
First published: March 18, 2018, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading