11 સિંહોનાં મોત અંગે રૂપાણીએ કહ્યું- 'પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં બેદરકારી જણાશે તો પગલાં લેવાશે'

News18 Gujarati
Updated: September 21, 2018, 12:49 PM IST
11 સિંહોનાં મોત અંગે રૂપાણીએ કહ્યું- 'પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં બેદરકારી જણાશે તો પગલાં લેવાશે'
CM રૂપાણીનો પ્રહાર

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણિયા ફોરેસ્ટ રેન્જમાંથી છેલ્લા 10 દિવસમાં 11 સિંહોના મૃતદેહો મળ્યાં છે.

  • Share this:
ભરૂચઃ વાગરા ખાતે પેપર મિલના ભૂમિપૂજન માટે આવી પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ ગીરમાં સિંહોના મોત અંગે નિવેદન કરતા કહ્યુ હતુ કે, "જરૂર પડશે તો તમામ સિંહોનું પરીક્ષણ કરવામાં આવશે. સિંહના મોત અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જો કોઈની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે."

નોંધનીય છે કે ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણિયા ફોરેસ્ટ રેન્જમાંથી છેલ્લા 10 દિવસમાં 11 સિંહોના મૃતદેહો મળ્યાં છે. આ તમામ સિંહોના મૃતદેહો કોહવાયેલી હાલતમાં મળ્યા છે. એટલા માટે, મૃતદેહ સિંહનો છે કે કે સિંહણ તે હાલનાં તબક્કે નક્કી થઇ શક્યું નથી.

સિંહોનાં મોત અંગે તપાસ સોંપવામાં આવી

ગીર જંગલમાં થયેલા 11 સિંહોના મામલે ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી હતી. સિંહોના મોતના રિપોર્ટ બાદ સરકારે ગંભીરતા દાખવી છે. ગાંધીનગર ખાતેથી સરકારે વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક અક્ષય કુમાર સકસેનાને તપાસ સોંપી છે. સક્સેના તાત્કાલિક ધોરણે ગીર જંગલ જવા રવાના થયા હતા.

વાગરા ખાતે પેપર મિલનું ભૂમિપૂજન

વાગરા ખાતે ઈમામી પેપર મિલનાં ભૂમિપૂજન પ્રસંગે હાજર રહેલા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, "એક હજાર કરોડના ઇન્વેસ્ટમેન્ટથી ત્રણ હજાર લોકોને રોજગારી મળશે. ગુજરાત સરકાર પારદર્શકતા, ઇમાનદારી, ભ્રષ્ટાચાર મુક્ત અને નિર્ણયકતા એમ ચાર પાયા પર ચાલે છે. રાજ્યમાં દેશની એક પણ એવી કંપની નહીં હોય જેનું એકમ અહીં ચાલતું ન હોય."દરેક કંપની સ્થાનિકોને રોજગારીમાં અગ્રીમતાનો નિયમ પાળે

"જાન્યુઆરી 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજીને આગળ વધીશું. આ સરકાર જાડી ચામડીના લોકની નથી. વિલંબ થવાથી હંમેશા વિકાસ રૂંધાઈ જાય છે. દરેક કંપની કે એકમો સ્થાનિક લોકોને પ્રથમ રોજગારી મળે તે નિયમનું પાલન કરે."
First published: September 21, 2018, 12:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading