ભરુચઃ સરદાર બ્રિજ પરથી વડોદરાના દંપતીની મોતની છલાંગ

News18 Gujarati
Updated: July 14, 2018, 2:49 PM IST
ભરુચઃ સરદાર બ્રિજ પરથી વડોદરાના દંપતીની મોતની છલાંગ
ફાઇલ તસવીર

ભરૂચમાં એક દંપત્તીએ સરદાર બ્રિજ ઉપરથી નદીમાં પડતું મુક્યાની ઘટના સામે આવી છે.

  • Share this:
ભરૂચમાં એક દંપત્તીએ સરદાર બ્રિજ ઉપરથી નદીમાં પડતું મુક્યાની ઘટના સામે આવી છે. ઘટાના પગલે ફાયર બ્રિગેડને જાણ થતાંજ ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચીને બચાવ કામગરી હાથધરી હતી. જમાં પત્નીનો બચાવ થયો છે જ્યારે પતિની શોધખોળ ચાલું છે. પત્નીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી પ્રમાણે વડોદરાનું એક દંપતી આજે શનિવારે અષાઢી બીજના દિવસે સવારના સમય ભરૂચ પરના સરદાર બ્રિજ પર આવ્યું હતું. જ્યાંથી બંને દંપત્તીએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, પુલ પરથી પસાર થતા લોકો જોઇ જતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયરની ટીમ તાત્કાલિકઘટના સ્થળે પહોંચીને બંનેની શોધખોળ હાથધરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે શોધખોળ બાદ પત્ની મળી આવી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે પતિની શોધખોળ ચાલુ રાખી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પારિવારિક કારણોસર દંપત્તીએ અંતિમ પગલું હશે. જોકે, આ પાછળ ચોક્કસ હજી જાણવા મળ્યું નથી. વધુ તપાસના અંતે દંપત્તીના મોતની છલાંગ અંગે કારણ જાણી શકાશે.
First published: July 14, 2018, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading