આફ્રિકામાં બે ગુજરાતીની હત્યા, લૂંટ કરના આવેલી નિગ્રો ગેંગે કર્યું ફાયરિંગ

News18 Gujarati
Updated: July 31, 2018, 6:27 PM IST
આફ્રિકામાં બે ગુજરાતીની હત્યા, લૂંટ કરના આવેલી નિગ્રો ગેંગે કર્યું ફાયરિંગ

  • Share this:
દક્ષિણ આફ્રિકાના પ્રીટોરીયા શહેરમાં લૂંટના ઇરાદે આવેલા નિગ્રોએ મુળ ભરૂચના વતની એવા સાળા અને બનેવીની ગોળી મારી હત્યા કરી નાખી છે. બનેવીના ઘરે ગોળીબારનો અવાજ આવતાં સામે રહેતો સાળો બહાર નીકળવા જતાં લૂંટારૂઓએ તેને દાદર પર જ ઠાર મારી દીધો હતો જયારે ઘવાયેલા બનેવીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બંને મૃતકો ભરૂચ નજીક આવેલા કરમાડ અને દયાદરા ગામના વતની હતાં.

ઇરફાનના નિવાસે ત્રાટકેલા નિગ્રો લૂંટારૂઓએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને ઇરફાનભાઇ બહાર આવતાં જ તેમની પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. બનેવીના ઘરમાંથી અવાજ આવતાં સોહેલ તેના ઘરમાંથી બહાર આવી રહયો હતો ત્યારે લુંટારૂઓએ દાદર પર જ તેના પર ચાર રાઉન્ડ ફાયરીંગ કરતાં તે દાદર પર જ ઢળી પડયો હતો. ઇરફાનભાઇના પરિવારને બંધક બનાવી લૂંટારૂઓ કિમંતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત ઇરફાનને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો પરંતુ મંગળવારે બપોરે તેમણે દમ તોડી દીધો હતો.

કરમાડ ગામની દહેલાઇ સ્ટ્રીટમાં રહેતા 35 વર્ષીય સોહેલ દીલાવર પટેલ ઉર્ફે ચંચોરીયા તેમના પત્ની ફાતીઝા અને ત્રણ વર્ષીય પુત્રી ફામીના સાથે આફ્રિકાના પ્રિટોરીયા શહેરમાં સ્થાયી થયાં હતા. 10 વર્ષ પહેલા તેમણે રોજગારી મેળવવા આફ્રિકાની વાટ પકડી હતી. તેઓ પ્રીટોરીયાના સ્થાનિક મોલમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં.પ્રિટોરીયામાં જ તેમના ઘરની સામે તેમના બનેવી ઇરફાન બશીર ખીદા ઉર્ફૈ ડોન રહેતા હતાં. તેઓ કંથારીયા ગામના વતની છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે.
First published: July 31, 2018, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading