ભરૂચ પાસે EVM ભરેલી ટ્રક પલટી, રસ્તા પર વેરવિખેર થયા મશીન

ટ્રક પલટી જવાને કારણે ઈવીએમ રસ્તા પર વેરવિખેર થયા હતા. જોકે, અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ થયો હતો.

ટ્રક પલટી જવાને કારણે ઈવીએમ રસ્તા પર વેરવિખેર થયા હતા. જોકે, અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ થયો હતો.

  • Share this:
ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામ પણ બધાની સામે આવી ગયા છે. ત્યારે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમની ટ્રક પલટી ગયાનો બનાવ સામે આવ્યો છે. ટ્રક પલટી જતા રસ્તા પર ઈવીએમ વેરવિખેર થયા હતા.

બનાવની વાત કરીએ તો ભરૂચ નજીક આવેલા દેરોક ગામ નજીક આજે ઈવીએમ ભરેલી એક ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી. ટ્રક પલટી જવાને કારણે ઈવીએમ રસ્તા પર વેરવિખેર થયા હતા. જોકે, અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ થયો હતો.

મળતી માહિતી પ્રમાણે જંબુસર વિધાનસભાના ઈવીએમ ભરૂચ કલેક્ટર ઓફિસમાં જમા કરાવવા માટે ટ્રકમાં ભરીને લઈને જવામાં આવી રહ્યા હતા ત્યારે આ દુર્ધટના સર્જાઈ હતી.

ટ્રક પલટી જતા દોડધામ મચી ગઈ હતી


ટ્રક પલટી જવાને કારણે ઈવીએમ રસ્તા પર વેરવિખેર થયા હતા
First published: