ભરૂચ : બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: March 11, 2020, 8:49 AM IST
ભરૂચ : બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોનાં મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત
ધુળેટીનાં દિવસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોના સારી સારવાર માટે ભરૂચની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

  • Share this:
ભરૂચ : દહેજ (Dahej) નજીક કાસવા ગામ પાસે ગઇકાલે ધુળેટીનાં (Holi 2020) દિવસે બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Bike accident) સર્જાયો છે. જેમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. આ સાથે અન્ય બેને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હૉસ્પિટલ (Bharuch Civil Hospital) લઇ જવામાં આવ્યાં હતાં. આ અકસ્માત જોતાની સાથે સ્થાનિકોનાં ટોળેટોળા ભેગા થયા હતાં. જેમને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. જે બાદ સ્થાનિક પોલીસ (Bharuch Police) અને 108નો કાફલો થોડી જ મિનિટોમાં ત્યાં આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માત અંગે 108નાં કર્મચારી ખુશ્બુ રાણાએ જણાવ્યું કે, 'અમને ભરૂચ કાસવા અકસ્માતની માહિતી ગઇકાલે 16.08 કલાકે મળી હતી. જો બાદ ઝડપથી અમારી ભરૂચ અને દહેજની એમ્બ્યુલન્સ લઇને ત્યાં પહોંચ્યાં હતાં. ત્યાં જઇને જોયું તો બે ટુવ્હિલર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોના સારી સારવાર માટે અમે ભરૂચની સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યાં હતાં.'

આ પણ વાંચો : વલસાડઃ હોટલ બહાર યુવતી સાથે ઊભેલા પ્રેમીને જાહેરમાં દોડાવી દોડાવીને માર્યો, કપડાં ફાડ્યા, જુઓ Video

જ્યારે બીજી બાજુ તહેવારનાં દિવસે ત્રણ વ્યક્તિનાં મોત થવાને કારણે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ પણ વાંચો : સુરતમાં ધૂળેટીએ જ ખૂની ખેલઃ બે માસૂમ બાળકોની માતાની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

મહત્વનું છે કે, રવિવારે મોડી રાતે 10.15ની આસપાસ પારડી નજીક ઓરવાડ હાઈ-વે ઉપર હોટલ ગિરિરાજની સામે એક સ્વિફ્ટ કારના ચાલકે પોતાના કબજાની કાર પૂરવેગે અને ગફલતભરી રીતે હંકારી લાવી યુનિકોન હોન્ડા ટ્રીગર મોટરસાઇકલ (નં. જીજે-૧૫-એઆર-1672)ને ટક્કર મારી હતી. આ સમયે બાઈક ઉપર સવાર બે યુવાનો નામે નિલેશભાઈ અંબુભાઈ નાયક (ઉં.વ. 35, રહે. બગવાડા વડીલ ફળિયું) તથા પ્રતીક નટવરલાલ પટેલને ગંભીર ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં રાહદારી વસંતભાઇ હરેશંકર મિશ્રાને પણ ટક્કર મારી કારચાલકે ઈજા પહોંચાડી હતી. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ તે કારનો ચાલક તરત જ કાર હંકારીને ભાગી છૂટયો હતો.આ વીડિયો પણ જુઓ : 
First published: March 11, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading