OMG! ભરૂચના આ પરિવારના સભ્યો 30 વર્ષના થતાં જ થઇ જાય છે દ્રષ્ટિહીન

OMG! ભરૂચના આ પરિવારના સભ્યો 30 વર્ષના થતાં જ થઇ જાય છે દ્રષ્ટિહીન
પ્રજ્ઞાચક્ષુ યુવક

વારસામાં મળતાં અંધકારમાં પરિવારના ૧૩ સભ્યો હોમાયા બાદ પણ તેઓ ખુદ્દારીથી જીવન જીવી રહ્યા છે.

  • Share this:
    જય વ્યાસ, ભરૂચઃ ભરૂચના પીરકાઠી વિસ્તારમાં રહેતો વડવાઓ તરફથી મળતાં આશીર્વાદ અને લાભને આપણે વારસા તરીકે ઓળખીએ છે. કોઈને વારસામાં અઢળક ધન તો કોઈને સંપત્તિ તો કોઈને તકદીરનો લાભ વારસામાં મલ્યાના અનેક ઉદાહરણ સાંભળ્યા હશે. પણ ભરૂચના એક પરિવારને વારસામાં અભિષાપ મળે છે. વારસામાં મળતાં અંધકારમાં પરિવારના ૧૩ સભ્યો હોમાયા બાદ પણ તેઓ ખુદ્દારીથી જીવન જીવી રહ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે ભરૂચના પીરકાઠી વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના સભ્યોની ઉંમર ૧૬ વર્ષની થાય એટલે પરિવારમાં ચિંતાનું મોજું ફરીવળે છે. પરિવારની ચિંતા પણ ખુબ આશ્ચર્યજનક છે જે સાંભળી એક ક્ષણ વિશ્વાસ ન પડે પણ આ હકીકત છે.



    પરિવારનો સભ્ય ૧૬ વર્ષની વય બાદ ધીમે ધીમે દ્રષ્ટિના અંધકાર તરફ ધકેલવા માંડે છે. જે ૧૦થી ૧૫ વર્ષમાં સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી બેસે છે. આ અંધકાર પરિવારને વારસામાં મળ્યો છે. કુરેશાબીબીના પતિ ગુલામ મુસ્તુફા રેટિનીટીસ પિગ્મેન્ટોસા નામની બીમારીના કારણે દ્રષ્ટિહીન હતા.

    આ પણ વાંચોઃ-ટેકવેન્ડો ચેમ્પિયનશીપમાં બારડોલીના 55 વિદ્યાર્થીઓએ દેશનું નામ કર્યું રોશન

    તેમના ત્રણ પુત્રો મુનાફ, મુબીન અને તન્વીર ઉંમરના ૩૦ વર્ષ સુધી પહોંચતા દ્રષ્ટિ ગુમાવી બેઠા છે. પરિવાર અનુસાર આ બીમારીના અત્યારસુધીમાં પિતરાઈ અને વડવાઓ સહીત વંશના ૧૩ લોકો શિકાર બની ચુક્યા છે. પેટિયું રળવા અને પરિવારનો સાથ આપવા આ યુવાનો હાલ અંધજન શાળામાંથી તાલીમ મેળવી નાના - મોટા કામ કરે છે.
    Published by:News18 Gujarati
    First published:June 04, 2019, 15:23 IST