ભરૂચમાં બાળકી સાથે છેડતી, પોલીસ સ્ટેશનમાં પર લોકોએ કર્યો પથ્થરમારો

News18 Gujarati
Updated: June 30, 2018, 11:44 PM IST
ભરૂચમાં બાળકી સાથે છેડતી, પોલીસ સ્ટેશનમાં પર લોકોએ કર્યો પથ્થરમારો

  • Share this:
ભરૂચમાં એક વિધર્મી યુવક દ્વારા મોડી રાત્રે એક ચાર વર્ષની બાળકીની છેડતી કરવા બાબતે માહોલ તંગ બન્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી, પરંતુ ગુસ્સે ભરાયેલ ટોળાએ પોલીસ સ્ટેશન પર જ પથ્થરમારો કરી દીધો હતો.

ભરૂચમાં આવેલ આલી વિસ્તારમાં એક અસમાજિક તત્વ દ્વારા સગીરાની  છેડતી કરી હતી, આ બાબતને લઈને લોકોમાં ગુસ્સો ફાટી નિકળ્યો હતો. જોત જોતામાં તો લોકોનું એક મોટું ટોળું પણ ત્યાં જમા થઈ ગયું હતું, પોલીસે પણ આરોપીની ગણતરીની મીનિટોમાં જ ધરપકડ કરીને તેને લોકઅપમાં નાંખી દિધો હતો. ગુસ્સે ભરાયેલ ટોળાએ આરોપીને મારવા માટે પોલીસ સ્ટેશન પર જ પથ્થર મારો કરી દીધો હતો.

ટોળાએ કરેલા પથ્થરમારામાં એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ટોળાને વેરવિખેર કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરીને પરિસ્થિતિને કંટ્રોલમાં કરી હતી.

જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશના મંદસૌરમાં 26 જૂને એક સગીરા બાળકીનું અપહરણ કરીને તેના સાથે ક્રૂરતા આચરવામાં આવી. આ ઘટના પછી દેશભરમાં તેના વિરોધમાં આક્રોશ છે. ધીમે-ધીમે વિપક્ષી નેતાઓ પણ આનો વિરોધ કરવા માટે સામે આવી રહ્યાં છે. કોંગ્રેસ નેતા અને સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આજે સાંજે ઈન્દોરમાં કેન્ડલ માર્ચ નિકાળવા માટે જઈ રહ્યાં છે. સિંધિયા સાથે કોંગ્રેસના અન્ય કાર્યકર્તા પ્રદર્શન કરીને દૂષ્કર્મ આરોપીઓને કડક સજા અપાવવાની માંગ કરશે.
First published: June 30, 2018, 11:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading