પવિત્ર રમઝાન માસમાં ભરૂચના મુસ્લિમ પરિવારે ખુદાની જાણે સાચી ઈબાદત કરી છે.પરિવારના યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજતા યુવાન સાથે બાઈક પર બેઠેલ અનાથ બાળકની તમામ સારવારનો ખર્ચ આ પરિવારે ઉઠાવ્યો છે અને તેની સાર સંભાળ રાખી રહ્યા છે.
પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો ખુદાની બંદગી કરે છે, પરંતુ ભરૂચના એક મુસ્લિમ પરિવારે માનવતાની મહેક પ્રસરાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય ઝુબેર પટેલનું માર્ગ અકસ્માતમાં મોત થયું. તેની સાથે બાઈક પર ૧૨ વર્ષીય બાળક રાજેશ પણ હતો, તેને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે મૃતક ઝુબેરના પરિવારજનોએ બાળકના પરિવાર અંગે તપાસ કરી હતી, ત્યારે આ બાળક અનાથ હોવાનું જાણવા મળ્યું હતું. બાળકની જો સારવાર ન થાય તો તે પણ મોતને ભેટે એવી પરિસ્થિતી હતી. આથી મુસ્લિમ પરિવારે બાળકની તમામ સારવારનો ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું અને ખાનગી હોસ્પિટલમાં તેના ત્રણ ઓપરેશન કરાવી તેનો જીવ બચાવ્યો.
ઈજાગ્રસ્ત બાળક રાજેશે જણાવ્યું કે, અમે જતા હતા પેટ્રોલ પુરાવ્યું. અમે જતા હતા ત્યારે પેલાએ ટ્રક ન જોઈ હું કુદી પડ્યો બાઈક કપાઈ ગઈ, મને રિક્ષામાં લઇ ગયા અને અહી લાવ્યા. અહી મારા ફોટા પાડ્યા ઓપરેશન કરાવ્યું
મૃતક યુવાનના પરિવારજન અબ્દુલ રાજાએ કહ્યું કે, આજથી ત્રણ ચાર દિવસ પૂર્વે મારા પરિવારના એક સભ્યનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. એની સાથે એક બાળક હતો એની સંપૂર્ણ સારવાર જવાબદારી અમે લીધી હતી કારણ કે એ અનાથ હતો. માનવ સમાજ માટે ઉદાહરણ બને એ માટે આ કાર્ય કર્યું છે.
અનાથ બાળકની સારવારનો તમામ ખર્ચ ઉઠાવનાર પરિવારની માનવતાને સ્થાનિક આગેવાનો પણ બિરદાવી રહ્યા છે.બાળક અનાથ હોવાનું માલુમ થતા પહેલા વિસ્તારના આગેવાનોએ ભેગા મળી તેની સારવારનો ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું હતું પરંતુ બાદમાં પરિવાર જ આગળ આવ્યો હતો અને બાળકની સારવાર કરાવી હતી.
સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું કે, અમે તમામ લોકો ભેગા થઇ સારવારનો ખર્ચ આપી શું, પરંતુ આ પરિવારે સારવારનો ખર્ચ આપ્યો છે જે બદલ તેઓનો આભાર. સેવા કરનાર તમામ લોકોનો આભાર માનીએ છે.
ભરૂચને કોમી દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે કોમના નામે લડતા લોકો માટે અનાથ હિંદુ બાળકની સારવાર કરાવીને આ પરિવારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો સાથે પવિત્ર રમઝાન માસમાં ખુદાની સાચા અર્થમાં બંદગી ગુજરી છે
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર