પુરવઠા મંત્રી સાથે રેસનીંગ એસોશિયેશનની બેઠક,ઉકેલ ન આવતા 28મીએ હડતાળ યથાવત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 11, 2017, 12:28 PM IST
પુરવઠા મંત્રી સાથે રેસનીંગ એસોશિયેશનની બેઠક,ઉકેલ ન આવતા 28મીએ હડતાળ યથાવત
આધાર કાર્ડ રેશનીંગ સાથે જોડવાની રાજય સરકારની કવાયત ચાલી રહી છે તેને લઈ રેશનીંગ દુકાનદાર એસોસીએશન દ્રારા વિરોધ થઇ રહ્યો છે ત્યારે રેશનીંગ દુકાનદાર એસોસિએશન ના પ્રમુખ પ્રહલાદ મોદી , પુરવઠા મંત્રી જયેશ રાદડિયા અને પુરવઠા અધિકારીઓ બેઠક યોજાઈ હતી. જેમાં રેસનીંગ એસોસિયેશન વતી પ્રહલાદ મોદી એ ઘણી બધી રજૂઆત કરી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 11, 2017, 12:28 PM IST
આધાર કાર્ડ રેશનીંગ સાથે જોડવાની રાજય સરકારની કવાયત ચાલી રહી છે તેને લઈ રેશનીંગ દુકાનદાર એસોસીએશન દ્રારા વિરોધ થઇ રહ્યો છે ત્યારે રેશનીંગ દુકાનદાર એસોસિએશન ના પ્રમુખ પ્રહલાદ મોદી , પુરવઠા મંત્રી જયેશ રાદડિયા અને પુરવઠા અધિકારીઓ બેઠક યોજાઈ હતી. જેમાં રેસનીંગ એસોસિયેશન વતી પ્રહલાદ મોદી એ ઘણી બધી રજૂઆત કરી હતી.

જેની મુખ્ય રજૂઆત હતી કે આધાર કાર્ડ ને રેશનીંગ સાથે ન જોડવા જોઈએ. કમીશન ઓછું મળે છે તેમાં વધારો થવો જોઈએ આમ ઘણા બધા મુદ્દે બેઠક યોજાઈ હતી. પણ બેઠક બાદ કોઈ નીવારણ ન આવતા પ્રહલાદ મોદીએ ૨૮ મી હડતાળનું એલાન યથાવત રાખ્યું હતું. તો બીજી તરફ જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સરકાર રેશનીંગ દુકાનદાર એસોસિએશનની રજૂઆત પર વિચારણા કરી રહી છે.પરંતુ આધાર કાર્ડ રેશનીંગ સાથે જોડાશે અને તે કામ રેશનીંગ દુકાનદારો ને કરવું પડશે તેવું જણાવ્યું હતું.

ફાઇલ તસવીર

First published: May 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर