અંકલેશ્વર: કેડ સમા પાણીમાં ભણવા જવા મજબૂર છે આ બાળકો

News18 Gujarati
Updated: July 21, 2018, 2:21 PM IST
અંકલેશ્વર: કેડ સમા પાણીમાં ભણવા જવા મજબૂર છે આ બાળકો

  • Share this:
શિક્ષણનું મહત્વ છે પરંતુ જીવના જોખમે શિક્ષણ કેટલું યોગ્ય ગણાય? અંકલેશ્વરના સેંગપુર ગામે 5થી 13 વર્ષના 35 બાળકો અભ્યાસ મેળવવા દરરોજ બે વખત પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં 35 બાળકો જીવન જોખમે કેડસમા પાણીમાંથી પસાર થાય છે. તેમાં પણ જો આ અચાનક પુરના પાણી આવી જાય આવ્યા હતા પરંતુ મોટી હોનારત સંભવ હતી આ સમયે કિસ્મતે સાથ આપ્યો છે પણ જરૂરી નથી કે તકદીર હંમેશા સાથ આપે. બાળકો પાસે ખેડાવાતું જોખમ કેટલું યોગ્ય ગણી શકાય. ચોમાસા દરમ્યાન અચાનક આવતા ફ્લેશ ફ્લડની આ સ્થિતિ સેંગપુર ગામના લોકો માટે નવી વાત નથી. ચોમાસા દરમ્યાન મોતનો સાક્ષાત્કાર આ લોકોનું રૂટિન બની ગયું છે.

અંકલેશ્વર તાલુકાના શેંગપુર ગામને બે ભાગમાં વહેંચતી અમરાવતી ખાડીમાં ચોમાસા દરમ્યાન 35 બાળકો માટે જાણે મોત બનીને વહે છે. નદીમાં અચાનક આવતું ફ્લેશ ફ્લડ નદી ઓળંગનાર માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. જીવનું જોખમ છતાં દરરોજ નદી ઓળંગવા મજબુર છે. 

વિદ્યાર્થી નિકિતા વસાવા કહે છે કે, હું ખાડી પર રહું છું મને પાણીમાં બીક લાગે છે. વરસાદમાં ઘણી રજા પડે છે. શાળાએ જતાં જતાં અમારા કપડા પણ પલડી જાય છે અને તેવા ભીના કપડામાં જ અમારે બેસવું પડે છે.પ્રાથમિકશાળા સેંગપુરના આચાર્ય હિતેન્દ્રસિંહ રાજ કહે છે કે ચોમાસામાં મોટાભાગના દિવસોમાં બાળકો ગેરહાજર રહે છે. બાકીના દિવસો દરમ્યાન અભ્યાસના સમયથી વહેલા ઘરે મોકલી અપાતા બાળકોના અભ્યાસ ઉપર પણ માઠી અસર પડે છે. ચોમાસામાં કેટલીકવાર શાળામાં આવેલા બાળકો ઘરે પરત જઈ નથી શકતા તેવા સંજોગોમાં પાણી ઓસરે ત્યાંસુધી તેમને શાળામાં આશ્રય આપવાની ફરજ પડે છે.
First published: July 21, 2018, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading