સામાન્ય રીતે ડાયરો હોય કે કોઇ લગ્ન પ્રસંગ હોય ત્યારે મોટાભાગે ફાયરિંગની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ ઝઘડિયા નજીક બર્થડે પાર્ટીમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગ થવાની ઘટના બની છે. જન્મદિવસની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીએ હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા નજીક એક પાર્ટી પ્લોટમાં તાજેતરમાં હવામાં ફાયરિંગની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી પ્લોટમાં એક યુવકનો જન્મ દિવસ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે મિત્રવર્તુળ ત્યાં ઉપસ્થિત હતું. ઉજવણી થઇ રહી હતી ત્યારે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રાખેલી બંદૂક બહાર કાઢી અને એક પછી એક એમ હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવામાં ફાયરિંગ કરનાર વિદ્યાર્થીનું નામ પ્રિયંક દેસાઇ છે. વિદ્યાર્થી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સાથે સાથે તેમના પિતા ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ છે. આ વિદ્યાર્થી ટાઇગરના નામે ઓળખાય છે.
જન્મ દિવસની ઉજવણી વખતે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે એમ ફાયરિંગ કર્યા બાદ તેણે બંદૂક અન્ય વ્યક્તિને આપી દીધી હતી. અને આ ઉપરાંત તેના હાથમાં તલવાર પણ હતી. સુત્રોનું કહેવું છે કે પ્રિયંકે તલવાર વડે કેક કાપી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર