શામળાજી પાસે રૂ.30લાખના ચરસ સાથે 3ની ધરપકડ,દિલ્હીથી ભરૂચ લઇ જવાતો હતો

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 4:02 PM IST
શામળાજી પાસે રૂ.30લાખના ચરસ સાથે 3ની ધરપકડ,દિલ્હીથી ભરૂચ લઇ જવાતો હતો
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી રૂ.30 લાખની કિંમતનું 6 કિલો ચરસ ઝડપાયું છે.નાર્કોટિક્સ વિભાગે બાતમીના આધારે ચરસના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી છે.ચરસનો જથ્થો દિલ્હીથી ભરૂચ લઇ જવાતો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 4:02 PM IST
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચાર રસ્તા પાસેથી રૂ.30 લાખની કિંમતનું 6 કિલો ચરસ ઝડપાયું છે.નાર્કોટિક્સ વિભાગે બાતમીના આધારે ચરસના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરી છે.ચરસનો જથ્થો દિલ્હીથી ભરૂચ લઇ જવાતો હતો.

samlaji charas1

શામળાજી ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું છે. હરિયાણા દિલ્હી અને રાજસ્થાન થી વિદેશી દારૂ કે અન્ય કેફી દ્રવ્ય ગુજરાતમાં ઘુસાડવા માટે શામળાજી ખુબ સરળ રસ્તો બુટલેગરોના મતે મનાય છે. ત્યારે નાર્કોટિક્સ વિભાગે ગઈકાલે રાત્રે દિલ્હીથી પીક અપ ડાલામાં ચરસનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમી હતી. તે મુજબ રાજસ્થાન તરફથી આવતા પીકઅપ ડાલાને રોકી તપાસ કરતા તેમાં ડ્રાયવરની સીટની સામેની બાજુમાં ખાસ બોક્સ બનાવી તેમાં સંતાડી લઇ જવાતો 6 કિલો ચરસ નો જથ્થો ઝડપી લીધો હતો.

નાર્કોટિક્સ વિભાગે 3 આરોપીઓની અટકાયત કરી છે.આ ચરસના જથ્થાની બજાર કિંમત દર કિલોએ 5 લાખ પ્રમાણે કુલ 30 લાખ રૂપિયા થાય છે. આ ચરસ નો જથ્થો દિલ્હીથી ભરી ગુજરાતના ભરૂચ ખાતે લઇ જવાતો હતો.

ઝડપાયેલ આરોપીઓ

૧) અમલમ મહમ્મદ સફી રહે. બિઝનોર યુપી
૨) સકીલ અહેમદ અન્સારી રહે. બિઝનોર યુપી
૩) સલીમ મહમ્મદ શકિર રહે. વડોદરા
First published: February 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर