સા. આફ્રિકાના કેપટાઉનમાં ભરૂચના બે યુવકો ઉપર લૂંટના ઇરાદે ગોળીબાર

News18 Gujarati
Updated: April 5, 2019, 3:50 PM IST
સા. આફ્રિકાના કેપટાઉનમાં ભરૂચના બે યુવકો ઉપર લૂંટના ઇરાદે ગોળીબાર
લૂંટારુઓના હુમલામાં ઘાયલ યુવક

સાઉથ આફ્રીકાના કેપટાઉનમાં સાઇડ-સી નામક વિસ્તરામાં મનુબર ગામના મહમદ હસુનદ્દીન તેમજ વલણ ગામના સુફિયાન નામક યુવાનોની દુકાન આવેલી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ રોજગારી અર્થે દેશ અને ગુજરાતના અનેક લોકો વિદેશમાં જઇને વસતા હોય છે. પરંતુ વિદેશમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ઉપર હુમલો થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. રોજગારી અર્થે ભૂચ જિલ્લામાંથી વિદેશમાં વસેલા લોકો ઉપર અવારનવાર હુમલા સહિત દુર્ઘટનાઓ ઘટતી રહે છે.

આવો જ એક વધુ બનાવ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા ભરૂચના બે યુવાનો સાથે બન્યો હતો. લૂંટના ઇરાદે દુકાનમાં ઘુસી આવેલા બે બ્લેક યુવાનોએ મનુબર અને વલના બે યુવકોને માર મારી તેઓએ પ્રતિકાર કરતા હુમલાખોરોએ બંદુકમાંથી ગોળી મારતા મનુબરના યુવકને પગમાં ઇજા પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે સાઉથ આફ્રીકાના કેપટાઉનમાં સાઇડ-સી નામક વિસ્તરામાં મનુબર ગામના મહમદ હસુનદ્દીન તેમજ વલણ ગામના સુફિયાન નામક યુવાનોની દુકાન આવેલી છે. લાંબા સમયથી રોજગારી અર્થે આ યુવાનો સાઉથ આફ્રીકામાં સ્થાયી થઇ ત્યાં દુકાન થકી રોજગારી મેળવી રહ્યા છે. તેમની દુકાનમાં હુમલાખોર લૂંટના ઇરાદે ધસી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતના રેલવે સ્ટેશન ઉપર યુવકની ચપ્પુના ઘા મારી કરાઇ હત્યા

લૂંટના ઇરાદે ધસી આવ્યા હતા. લૂંટારુઓએ આંતક મચાવી સુફિયાનને આંખના ભાગે બંદુકની બટ મારી ઇજા પહોંચાડી હતી. દુકાનમાંથી નાણઆ ન મળતા લૂંટારૂઓએ મનુબર ગામના મહમદ હસુનુદ્દીનને પગના ભાગે ગોળી મારી દેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, સદનશીબે કોઇ જાનહાની થઇ ન હતી. બંને યુવાનોએ કોઇ મચક ન આપતા સાથે લૂંટારુઓને દુકાનમાંથી નાણા ન મળતા અંતે લૂંટારુઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રીકામાં છાશવારે ભરૂચ જિલ્લાાંથી સ્થાયી થયેલા લોકો ઉપર લૂંટના ઇરાદે થતા હુમલાથી જિલ્લામાં વસતા તેમના સ્વજનોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.
First published: April 5, 2019, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading