અંકલેશ્વર : પાંચ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ, બાળકીના પિતાએ બળાત્કારીની કરી હત્યા

ઇન્સેટ તસવીરમાં માહિતી આપી રેહલા ડીવાયએસપી દેસાઈ અને મૉતક યુવકની ફાઇલ તસવીર

19 વર્ષીય યુવાન લાલુ રાજૂ બિહારીએ બાળકીને રમાડવાના બહાને પીંખી નાખી હતી, સારવાર દરમિયાન નરાધમનું થયું મોત

 • Share this:
  અલ્પેશ રાઠોડ, ભરૂચ : અંકલેશ્વર ખાતે બોરભાઠા ગામ ખાતે રહેતી એક પાંચ વર્ષીય બાળકીને (five Years old Raped in Ankleshwar) હવસખોર યુવાને રમવાની લાલચે શૌચાલયમાં લઈ જઇ તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા બાળકીના પિતાએ (Father Killed Rapist of Daughter) યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આમ દુષ્કર્મીને મોતની સજા મળી પરંતુ કાયદો હાથમાં લેવાઈ જતા ભોગ બનનાર પરિવાર ડબલ મુસીબતમાં મુકાયો છે. એક બાજુ તેમની દીકરી સાથે દુષ્કર્મ થયું બીજી બાજુ પીડિતના પિતાના હાથે દુષ્કર્મીનું મોત થયું આમ, આ સ્થિતિ ગંભીર બની છે.

  બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાનાં બોરભાઠા ગામ ખાતે પંચાયત ફળિયામાં રહેતી એક પાંચ વર્ષીય બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી દરમિયાન ફળિયામાં જ રહેતો 19 વર્ષીય યુવાન લાલુ રાજૂ બિહારી તેની પાસે આવ્યો હતો અને તેને રમવાના બહાને પટાવી  ફોસલાવી મકાનની પાછળ આવે શૌચાલયમાં લઈ ગયો હતો.

  આ નરાધમે ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ આરોપીની માતાને થતા આરોપી માતાએ આરોપીને  બાળકીના પિતા સોફીદીધો હતો અને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નરાધમ લાલુ રાજૂ બિહારીને લાકડીના સપાટા તેમજ પત્થર વડે માર માર્યો હતો.

  આ પણ વાંચો : નવસારી : ગણદેવીમાં ચકચારી હત્યા, પત્નીએ લાકડાના ફટકા મારી પતિનું ઢીમ ઢાળી દીધું

  ગંભીર રીતે ઇજા પામેલ લાલુ બિહારીને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે આજરોજ સવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે મૃતક લાલુ રાજૂ બિહારી વિરુદ્ધ ભોગ બનનારની માતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો નોંધ્યો છે તો ભોગ બનનાર બાળકીના પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી  છે.

  આ મામલે પીડિત બાળકીની માતાએ જણાવ્યું કે આ છોકરાને અમે નાનપણથી ઓળખીએ છીએ. અમે તેને નાનો મોટો થતા જોયો છે. તે અમારા ઘરે આવ્યો અને અમારી દીકીરી સાથે આવું કરે તે તો સ્વપ્ને પણ વિચારી ન શકાય પરંતુ જ્યારે તે વાડામાંથી નીકળ્યો ત્યારે દીકરીનો રડવાનો અવાજ આવ્યો હતો. જેથી અમે આ છોકરાનો પકડી લીધો હતો. દરમિયાન દીકરીની તપાસ કરતા ખૂન જોવા મળ્યું હતું. જોકે, અમે તેને માર્યો નથી. અમે તેને એ જ્યાં કામ કરતો હતો ત્યાં સોપી દીધો હતો લોકોએ તેને મારતા તેનું મોત થયું છે.

  આ પણ વાંચો :  સુરત : મહિલા MLAની ઑફિસ નજીક દારૂની રેલમછેલ, 'લંગડો' અને ગણ્યા કાંદાના અડ્ડા પર દરોડા

  આ મામલે ભરૂચ ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરી સાથે દુષ્કર્મ થયું હતું ત્યારે તેના પિતાએ તેને ઉશ્કેરાઇ જતા લાકડીના ફટકા માર્યા હતા. જેથી લાલુ બિહારીને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દુષ્કર્મના આરોપી યુવકનું મોત નીપજ્યું છે.
  Published by:Jay Mishra
  First published: