ભરૂચ: હાંસોટ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ફાંસો ખાઇને કર્યો આપઘાત

News18 Gujarati
Updated: August 12, 2020, 9:22 PM IST
ભરૂચ: હાંસોટ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલે અગમ્ય કારણોસર ફાંસો ખાઇને કર્યો આપઘાત
મહિલા કોન્સ્ટેબલની તસવીર

ભરૂચ જિલ્લામાં આવેલા હાંસોટ પોલીસ સ્ટેશનમાં 25 વર્ષીય દીપિકા ભરતભાઈ પરમાર છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતા.

  • Share this:
ભરૂચઃ સામાન્ય રીતે ગુજરાતમાં છાસવારે પોલીસ કર્મચારીઓની આત્મહત્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ભરૂચ જિલ્લામાં (Bharuch jilla) પણ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. જોકે, આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. મહિલા પોલીસની આત્મહત્યાના પગલે પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. મહિલા કોન્સ્ટેબલની (lady police consteble) પોતાના રૂમમાં દુપટ્ટા વડે આત્મહત્યા (suicide) કર્યા અંગે હાંસોટ પોલીસે (Hansot police station) ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

વધુ મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લામાં આવેલા હાંસોટ પોલીસ સ્ટેશનમાં 25 વર્ષીય દીપિકા ભરતભાઈ પરમાર છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ મૂળ ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી નાગર સોસાયટીની રહેવાસી હતી. જોકે, તેઓ હાંસોટ પોલીસ લાઇનના બી બ્લોકમાં રૂમ નં-6માં રહેતા હતા.

દીપિકાએ મંગળવારે રાત્રે 11 વાગ્યા પહેલા પોતાના રૂમના પંખામાં દુપટ્ટો બાંધી કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. હાંસોટ પોલીસે મૃતક મહિલા પોલીસ કોન્ટસ્ટેબલના પરિવારજનોને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ-Photos: 100 કરોડના હીરા- સોનાના આભૂષણોથી સજ્યા રાધા-કૃષ્ણ, માત્ર એક જ દિવસનો છે શ્રૃંગાર

આ પણ વાંચોઃ-OMG! બ્રેકઅપ બાદ યુવતીએ પોતાનું 76kg વજન ઉતાર્યું, આવી રીતે કર્યું Weightloss

આ પણ વાંચોઃ-રશિયન કોરોના વેક્સીન અંગે મહત્વના સમાચારઃ આ ઉંમરના લોકોને નહીં આપવામાં આવે વેક્સીનમૃતક દીપિકાના આત્માને શાંતિ મળે તે માટે હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી અને પરીવારને મૃતદેહ સોપ્યો હતો.

ત્યારબાદ પરિવાર મૃતદેહને લઇને ભાવનગર જવા રવાના થયા હતા. જોકે આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે, વધુ તપાસ હાંસોટ ઈન્ચાર્જ PI જે.પી. ચૌહાણ કરી રહ્યા છે.
Published by: ankit patel
First published: August 12, 2020, 9:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading