Home /News /south-gujarat /

યુપીવાળા કોંગ્રેસને ઓળખી ગયા, ગુજરાત પણ તેના રંગ જાણે છે: મોદી

યુપીવાળા કોંગ્રેસને ઓળખી ગયા, ગુજરાત પણ તેના રંગ જાણે છે: મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરીથી એક વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે. રવિવારે નરેન્દ્ર મોદી ભરૂચ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં જનસભાઓ કરશે. સૈરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ સાત સભા સંબોધશે. આ ઉપરાંત પીએમ મોદી અમદાવાદમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. આજે વિશ્વ અપંગ દિવસ પર અમદાવાદમાં મેમનગર ખાતે દિવ્યાંગોને મળશે.


સભા સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે, નવમી ડિસેમ્બરે આપની આંગણીની તાકાતથી આખા ગુજરાતનું ભવિષ્ય તમે બનાવશો. ભગવાન કૃષ્ણે એક આંગળી પર ગોવર્ધન ઉઠાવ્યો હતો તમે પણ એક આંગળીથી બચન દબાવીને ગુજરાતનું ભાગ્ય બદલાશે. અત્યાર સુધી હું ગુજરાતમાં જ્યાં જ્યાં ગયો ત્યાં અભૂતપૂર્વ ઉમંગ દેખાઈ રહ્યો છે. જાણે ભાજપની આંધી આવી છે. કોંગ્રેસને હવા ખબર નથી પડતી કે જવું તો ક્યાં જવું. જે યુપીને અનેક વડાપ્રધાન આપ્યાં જે તેમની કર્મભૂમિ રહી ત્યાં શું થયું? ઉત્તરપ્રદેશવાળા કોંગ્રેસને ઓળખી ગયા , ગુજરાત પણ કોંગ્રેસના રંગ જાણે છે.

-સ્ટેટ્યુ ઓફ લિબર્ટી બે વર્ષમાં લોકો દૂર દેશોમાંથી જોવા આવશે. જેના કારણે નર્મદાના કિનારે સમૃદ્ધિથી છલકાશે. -કેટલાક લોકોને બુલેટ ટ્રેન માટે પણ વાંઘો તો જેને વાંઘો હોય તો બુલેટ ટ્રેનમાં ફરજો.

-વિકાસ એક જ વાત વિકાસ એક જ રાહ, એક જ મકસ્ત વિકાસ, વિકાસ એક જ મુરાદ, વિકાસ એક જ માર્ગ -આપના આશિર્વાદ એ જ મારી તાકાત છે

 -લોકોના ભાગલા જ કોંગ્રેસની રણનીતિ છે. જાતિ,ધર્મ અને શહેરી ગ્રામીણ આધાર પર તે ગુજરાતના ભાગલા કરી રહ્યાં છે માત્ર સત્તા માટે 

-પહેલા  અહીંયા કેટલા હુલ્લડો થતાં હતાં જે આપણે જોયું છે. ભરૂચ છોડીને જતાં રહે તેવા દિવસો હતાં. પરંતુ ગુજરાતને જો કોઈએ સુરકા આપી હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ આપી છે.

ગુજરાતમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી 3 ડિસેમ્બર, 2017 ના રોજ 10:30 વાગ્યે ભ३ચ, 12:30 વાગ્યે સુરેન્દ્રનગર અને 07:00 વાગ્યે રાજકોટ ખાતે વિકાસ રેલીઓને સંબોધન કરશે. pic.twitter.com/RdiWzgqrqQ — Vijay Rupani (@vijayrupanibjp) December 2, 2017-1600 કિમીનો સમુદ્રકિનારો છે માછીમારભાઈઓએ ગુજરાતને પહેલા નંબર પર લાવીને મુકી દીધું.
-જમીનના હક આદિવાસીઓને આપ્યો છે. જ્યાં જ્યાં નર્મદાની કેનાલ જાય છે ત્યાં તટ પર વાંસની ખેતી કરવી જોઈએ. આપણા દેશમાં કાયદો લાવ્યાં છે વાંસ ઘાસનો પ્રકાર હોવાથી ખેડુતો પોતાના ખેતરમાં વાંસ ઉગાડે તો દેશની આર્થિક વ્યવસ્થામને મદદ મળી શકે છે અને પતંગ, અગરબત્તી બનાવવી હોય તો વાંસ વિદેશથી લાવવો ન પડે.

મોદી સુરેન્દ્રનગરમાં આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા હોવાથી તેમની સભામાં માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. નોંધનીય છે કે આ જ સ્થળે રાહુલ ગાંધી મંગળવારે રેલીને સંબોધવાના છે. મોદી 4 ડિસેમ્બરે સોમવારે ધરમપુર,ભાવનગર,જૂનાગઢ અને જામનગરમાં જનસભાને સંબોધશે

પીએમ પછી રાહુલ ગુજરાતની મુલાકાતે
ચૂંટણી પ્રચારના આ અંતિમ તબક્કામાં એક તરફ જ્યાં પીએમ મોદી જનતાની વચ્ચે જઇને પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુ ગાંધીએ પૂરી તાકાત લગાવી દીધી છે. પીએમની રેલીના 2 દિવસ બાદ રાહુલ ફરીથી ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ 5 અને 6 ડિસેમ્બરે રેલીઓ કરશે.

--
First published:

Tags: Assembly election 2017, Gujarat Electioin 2017, Narendra modi gujarat visit

આગામી સમાચાર