ભરૂચઃઓરા ગામે નજીવી તકરારમાં કાકીની ભત્રીજાએ કરી હત્યા

ભરૂચઃવાગરા તાલુકાના ઓરા ગામે જમીન દબાણ મુદ્દે બે પિતરાઈ ભાઈઓના પરિવાર બાખડ્યા હતા. જેમાં મારામારીમાં એક મહિલાનું ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું.વાગરા પોલીસે બનાવ અંગે હત્યાનો ગુન્હો નોધી તપાસ શરુ કરી છે.મકાનની દીવાલ બાબતે થયેલ માથાકૂટમાં ભત્રીજાથી જ કાકીની હત્યા થઇ જતા ચકચાર મચી જવા પામી છે.વાગરા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

  • Share this:

    વાગરા તાલુકાના ઓરા ગામે ગત રાત્રીના બે પિતરાઈ ભાઈઓના પરિવારજનો બાખડ્યા હતા.મકાનની દીવાલ અન્ય ભાઈની જગ્યામાં બનાવવાનું ના કહેવા જતા સુરેશસિંહ રાજ અને પ્રવીણસિંહ રાજ તેમજ અન્ય ઇસમો લાકડાના સપાટા સાથે તૂટી પડ્યા હતા. જેમાં અરુણાબહેન ગણપતસિંહ રાજ નામની મહિલાને પેટના ભાગે લાકડાના સપાટા વાગતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.મારામારીમાં મૃતક અરુણાબહેનના પુત્ર દેવેન્દ્ર સિંહને પણ ઈજા પહોચી હતી.    બનાવની જાણ થતાની સાથે જ વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી.વાગરા પોલીસે મૃતકના ભત્રીજા સુરેશ રાજ સહીત અન્ય એક મહિલા સામે હત્યાનો ગુન્હો નોધી તપાસ શરુ કરી છે.
    First published:February 09, 2017, 10:54 am