ભરૂચ : જંબુસરની પી.આઈ. ઈન્ડસ્ટ્રીઝનાં બોઈલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે જ્યારે આઠ જેટલા કર્મચારીઓને ગંભીર ઇજા પહોંચી છે. હાલ આ તમામને જંબુસરની હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે. જંબુસરની પી.આઈ ઇન્ડસ્ટ્રીઝના બોઇલરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે. આ સાથે અન્ય આઠ કામદારોને ઇજા પહોંચી છે. હાલ ઇજાગ્રસ્તોને જંબુસરની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : કચ્છ : પાકિસ્તાની બોટમાંથી 175 કરોડ રૂપિયાનાં ડ્રગ્સ સાથે પાંચ લોકો ઝડપાયા
મહત્વનું છે કે, થોડા મહિના પહેલા જંબુસરની જે.એમ. શાહ સાયન્સ કોલેજમાં એસ.વાય.બી.એસ.સી.ના વિદ્યાર્થીઓની કેમેસ્ટ્રી વિષયની લેબ ચાલતી હતી. ત્યારે સોડીયમ બ્લાસ્ટ થતાં બે વિદ્યાર્થીઓને ઇજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આરી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.