ભારે વરસાદને કારણે ભરૂચ, પોરબંદર અને ઉનામાં મકાનો ધરાશાયી, એકનું મોત

News18 Gujarati
Updated: July 18, 2018, 8:16 AM IST
ભારે વરસાદને કારણે ભરૂચ, પોરબંદર અને ઉનામાં મકાનો ધરાશાયી, એકનું મોત
ભરૂચમાં એક મકાન ધરાશયી થવાથી 1નું મોત નીપજ્યું છે

  • Share this:
ભારે વરસાદના કારણે રાજયભરમાંથી મકાન ધરાશાયી થવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભરૂચમાં એક મકાન ધરાશાયી થવાથી 1નું મોત નીપજ્યું છે જ્યારે ઉનાના ખંડેરા ગામમાં પણ વરસાદના કારણે મકાન ધરાશયી થતાં 4 જણને ઇજા પહોંચી છે. આ ઉપરાંત પોરબંદરમાં બે મકાનો ધરાશાયી થયા છે પરંતુ સદનસીબે કોઇ જાનહાનીના સમાચાર આવ્યાં નથી.

ભરૂચમાં એકનું મોત

ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળી વિસ્તારોમાં તો પાણી ભરાઇ જ ગયા છે ઉપરાંત મકાન ધરાશાયી થવાના સમાચાર પણ જાણવા મળ્યાં છે. શહેરના ફાંટાતળાવ વિસ્તારમાં આવેલું એક મકાન ધરાશાયી થયું છે.

ભરૂચમાં એક મકાન ધરાશાયી થયું


આ મકાનમાં 6 લોકો ફસાયા હતાં. ફસાયાના સમાચાર ફાયર વિભાગને મળતાં તેઓએ ઘરમાંથી 5 લોકોને બચાવીને બહાર કાઢ્યાં હતાં પરંતુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ દૂર્ઘટના સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાઇ ગયા હતાં અને લોકોના ટોળે ટોળા પણ તે જોવા ભેગા થઇ ગયાં હતાં.

ભરૂચમાં એક મકાન ધરાશાયી થયું છે
પોરબંદમાં મકાન ધરાશાયી થવાની બે ઘટના

પોરબંદરના વાણિયાવાડ અને દિગ્વિજયગઢ ગામે જર્જરીત મકાન ધરાશાયી થયાં છે. સદનશીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. નોંધનીય છે કે પોરબંદર જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છે. પોરબંદર અને રાણવાવમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત કુતિયાણામાં પણ 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.

પોરબંદમાં મકાન ધરાશાયી થવાની બે ઘટના


ઉનામાં એક મકાન ધરાશયી

ગીર સોમનાથમાં પણ સર્વત્ર વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે જનજીવન ઠપ થઇ ગયું છે. તે ઉપરાંત ઉના તાલુકાના ખંડેરા ગામમાં એક મકાન ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યાં છે. આ દૂર્ઘટનામાં 4 જેટલા લોકો ઘાયલ થયાં છે. જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
First published: July 18, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading