Home /News /south-gujarat /

સુરત અને ભરૂચમાં બુધવારે તમામ સ્કૂલોમાં રજા જાહેર, અનેક લોકોનું સ્થળાંતર

સુરત અને ભરૂચમાં બુધવારે તમામ સ્કૂલોમાં રજા જાહેર, અનેક લોકોનું સ્થળાંતર

ઓખી વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લામાં બુધવારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સુરતના દાંડી ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે.

વધુ જુઓ ...
ભરૂચઃ ઓખી વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લામાં બુધવારે તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સુરતના દાંડી ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે.

વાવાઝોડાને લઈને મહેસૂલ સચિવ પંકજ કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલમાં ઓખી સુરતથી થોડા કિલોમીટરના અંતરે છે. જે મધ્યરાત્રીએ સુરતમાંથી પસાર થશે. વાવાઝોડાને પગલે સુરતમાં 1700 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. ઓલપાડ, દાંડી, ભગવા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતરની કામગીરી મંગળવાર સાંજ સુધી પુરી કરી દેવામાં આવશે.

80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે

પંકજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાને પગલે પવનની ગતિ 80 કિલોમીટર સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 13 હજારથી વધારે બોટો પરત ફરી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

સુરત જિલ્લાના 29 ગામના 890 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. હજીરામાં ગેસની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. સુરત શહેરમાં મંગળવારે અને બુધવારે શાળાઓ બંધ રહેશે. હાલ રાજ્યના કોઈ વિસ્તારમાં ભારે વરસાદ નથી. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 82 જેસીબી તૈયાર છે. એનડીઆરએફની 6 ટીમ તહેનાત કરવામાં આવી છે. આર્મી, એરફોર્સ અને નેવી એલર્ટ પર છે. સુરતમાં દરિયાકાંઠાના 145 ગામોમાં અધિકારીઓ કાર્યરત છે. બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
First published:

Tags: Bharuch, Ockhi cyclone, School in bharuch surat remain closed, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन