ભરૂચ-અંકલેશ્વરમાં 430 જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ ફટકારાઈ

News18 Gujarati
Updated: July 3, 2018, 5:07 PM IST
ભરૂચ-અંકલેશ્વરમાં 430 જર્જરિત મકાન ખાલી કરવા નોટિસ ફટકારાઈ

  • Share this:
ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન 430 જર્જરીત મકાનો ખાલી કરવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. પાલિકાએ આવા ભયનજક હોય તેવા 300 મકાનોની યાદી તૈયાર કરી છે. આ મકાનો એટલા જોખમી છે કે ચોમાસા દરમિયાન ગમે ત્યારે પડી શકે છે અને તેમા રહેનાર માટે જાનમાલનું જોખમ ઉભુ થઈ શકે છે. તો પાલિકાએ પણ અગાઉના છ વર્ષની જેમ આ વર્ષે પણ નોટિસ ફટકારી જાણે નગરજનોના જાનમાલની સલામતી માટેની કામગીરી કરી લીધી હોવાનો સંતોષ માની લીધો છે. બીજી તરફ અંકલેશ્વરમાં પણ 130 જર્જરીત ઈમારતોને ઉતારી લેવા અથવા તેનુ સમારકામ કરાવવા નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારે સ્થાનિકો પણ પાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ હોવાથી ભયના ઓથાર હેઠળ આ જોખમી મકાનમાં રહી રહ્યા છે. પાલિકા લોકોના સ્થળાંતરની જવાબદારી નિભાવવા તૈયાર ન હોવાથી સેંકડો લોકો ચોમાસાની એકેએક પળ મોતના ભય વચ્ચે વિતાવશે તે તો નક્કી જ છે.

ભરૂચ અને અંકલેશ્વરમાં ચોમાસા દરમ્યાન જર્જરિત ઈમારત ધસી પડવાનો ભય સ્તાવ્વતો રહે છે ત્યારે નગરપાલિકા દ્વરા ભરૂચ અને અંકલેશ્વરમાં કુલ ૪૩૦ જર્જરિત મકાનો ઉતારી લેવા મકાન માલિકોને નોટીસ પાઠવવામાં આવી છે

અનઇવન ટોપોગ્રાફી ધરાવતા ભરૂચ શહેરમાં ક્યાંક ઊંચા ટેકરા તો ક્યાંક નીચાણવાળા વિસ્તાર છે. શહેરમાં ઘણા વિસ્તારોમાં ચોમાસામાં જમીન ધસી પાડવાનો ભય રહે છે. સર્વે બાદ ભયજનક ગણી શકાય એવા ૩૦૦ મકાનોની પાલિકાએ યાદી તૈયાર કરી છે જે જોખમી છે અને તેમાં રહેનાર અને આસપાસના વ્યક્તિ માટે જાનનું જોખમ ઉભું થઇ શકે છે. આ મિલકતોના રહીશોને છેલ્લા છ વર્ષની જેમ આ વર્ષે પણ નોટીસ ફટકારી પાલિકા નગરજનોના જાનમાલની સલામતી માટે કામગીરી કર્યાનો સંતોષ માની લીધો છે

ભરૂચ નગર સેવા સદન ચીફ ઓફિસર સંજય સોની, દર વર્ષે ચોમાસાને ધ્યાનમાં રાખી ભયજનક મકાનના માલિકને નોટીસ આપવામાં આવે છે. ચાલુ વર્ષે ૩૦૦ મિલકતોને નોટીસ આપવામાં આવી છે. નગરપાલિકાનો સંપર્ક કરતા નગરપાલિકા દ્વારા તેને ઉતારવાની કામીગીરી પણ કરવામાં આવશે.

આ તરફ અંકલેશ્વરમાં પણ જર્જરિત મકાનો ધસી પડવાનો ભય હંમેશા રહેતો હોય છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પણ શહેરમાં આવેલ ૧૩૦ જર્જરિત ઇમારતો ઉતારી લેવા અથવા તેનું સમારકામ કરાવવા નગર પાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે ચોમાસના સમયમાં જર્જરિત મકાનો પડી જવાની અનેક ઘટના બનતી હોય છે જેમાં જાનમાલનું પણ નુકશાન થાય છે ત્યારે આવી ઇમારતો ઉતારી લેવા તંત્ર દ્વારા શહેરીજનોને સુચના આપવામાં આવી છે.

અંકલેશ્વર નગર સેવા સદન પ્રમુખ દક્ષા શાહે જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત થઈ છે એટલે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સર્વે કરી ૧૩૦ જર્જરિત મકાનના માલિકોને નોટીસ પાઠવવામાં આવી છે.સ્થાનિકો વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મોતને ભય વચ્ચે જીવવું પસંદ કરી રહયા છે પણ જોખમી મકાન છોડવા તોયાર નથી બીજી તરફ યોજનાના અભાવે પાલિકા લોકોના સ્થળાંતરની જવાબદારી નિભાવવા તૈયાર ના હોવાથી સેકડો લોકો ચોમાસાની એકએક પળ ભય વચ્ચે વિતાવવા મજબુર બનશે.
First published: July 3, 2018, 5:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading