ભરૂચઃ પડોશી યુવકે દોઢ વર્ષની બાળકીને ઉપાડી જઇ આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: May 7, 2019, 2:01 PM IST
ભરૂચઃ પડોશી યુવકે દોઢ વર્ષની બાળકીને ઉપાડી જઇ આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

ભરૂચના સુવા ગામે એક વર્ષ અને ત્રણ માસની માસુમ ફૂલ જેવી બાળકાને ઉપાડી જઇને યુવાને દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભરૂચના વાગરા તાલુકાના સુવા ગામે એક વર્ષ અને ત્રણ માસની માસુમ ફૂલ જેવી બાળકાને રવિવારેરાત્રે ઉપાડી જઇને અદાણી સીમના બાવળિયા તરફ લઇ જઇ મૂળ યુપીના પરપ્રાંતિય યુવાને દુષ્કર્મ આચરતા સમગ્ર જિલ્લામાં હાહાકારમ મચી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલી બાળાને બેભાન અવસ્થામાં ભરૂચ બાદ વધુ સારવાર મમાટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મોડી રાત્રે દહેજ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

માનવતાને શર્મસાર કરતી ઘટના રવિવારે રાત્રે વાગરા તાલુકાના સુવા ગામે ઘટી હતી. મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે રહેતો મુકેશ બંસીલાલ ચૌધરી છેલ્લાત્રણ વર્ષથી રોજગારી અર્થે દહેજમાં સ્થાયી થયો છે. દહેજની મેગમણી કંપનીમાં લેબરમાં કામ કરી સુવામા ભાડેથી રહેતો હતો. તેની બાજુમાં જ સ્થાનિક પરિવારના મોભી પોતાની પોતાની પત્ની, પાંચ વર્ષના પુત્ર અને એક વર્ષ ત્રણ માસની ફૂલ સમાન પુત્રી સાથે રહેતા હતા.

રવિવારે રાત્રે 7 વાગ્યા અરસામાં 1.3 વર્ષની બાળકી ઘરબહાર રમી રહી હતી. ત્યારે મુકેશ ચૌધરીએ પોતાની સૈતાનિયત છતી કરી માનવ જાતને લઝવતું કૃત્ય આચર્યું હતું. બાળકીને ઉઠાવી જઇ અદાણીની સીમમાં આવેલા બાવળીયામાં લઇ ગયો હતો. જ્યાં મરાધમ મુકેશે 1.3 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

જે બાદ સ્થળ ઉપરથી તે નાસુ છૂટ્યો હતો. ત્રણ કલાક સુધી માતા-પિતાએ ઘર આંગણે રમી રહેલી પોતાની બાળકીની ગ્રામજનો સાથે શોધખોળ આરંભી હતી. રાત્રે 10 વાગ્યાના અરસામાં બાળકી લોહીથી લથબથ અને બેભાન અવસ્થામાં મળી આવતા માતા-પિતા હતપ્રત બની ગયા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ 40 વર્ષ જૂની બિલ્ડિંગ નમી, કાટમાળમાં દટાયેલા કરોડોના હીરા બહાર કઢાયાબાળાને તરત જ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. બાળાને અંતરગ ભાગો ગાલ અને મોઢામાંથી લોહી નીકળતું હતું. માતા-પિતાની ફરિયાદના આધઆરે દહેજ પોલીસે ફરાર આરોપી મુકેશને પકડીને અપહરણ અને પોસ્કો હેઠળ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો.
First published: May 7, 2019, 1:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading