અમદાવાદઃSPG અધ્યક્ષ લાલજી પટેલે અમદાવાદમાં આજે સરકારના વલણ પર આકરા પ્રહારો કરી ઉગ્ર આંદોલનની ચિંમકી ઉચ્ચારી છે.સરકાર પાસેથી હજુ પાટીદારના 6 મુદ્દાનું પરિણામ ન મળતા લાલજી પટેલે ઉગ્ર આંદોલનની ચિંમકી ઉચ્ચારી છે.બે દિવસ પહેલા આંદોલનને વેગ આપવા SPG કોર કમિટીની બેઠક મળી હતી.
લાલજી પટેલે જણાવ્યું હતું કે આંદોલનને વેગ આપવા SPG કોર કમિટીની બેઠક મળી હતી જેમાં અમે ધાર્મિક સંસ્થાઓને પણ આંદોલનમાં જોડાવા આહવાન કરવાનો નિર્ણય લીધો હતો. લાલજીભાઈએ આંદોલનને વેગ આપવા નચિકેત મુખીની ગુજરાતના કન્વીનર તરીકે વરણી કરી છે. આ તેજ નચિકેત મુખીનો ફોટો થોડા દિવસ પહેલાં ઋત્વિજ પટેલ સાથે વાઇરલ થયો હતો. ઋત્વિજ પટેલને શુભેચ્છા આપતો ફોટો થયો વાઇરલ થયો હતો.
ત્યારે આ મામલે લાલજી પટેલને મીડિયાકર્મીએ સવાલ કર્યો તો લાલજીભાઈ એ ગોળ ગોળ જવાબ આપી વાતને ટાળવાની કોશિશ કરી હતી.
નવનિયુક્ત SPG કન્વીનર નચિકેત મુખીએ જણાવ્યું હતું કે ભાજપના તમામ કાર્યક્રમનો વિરોધ થશે કોંગ્રેસને પણ સ્ટેન્ડ ક્લીયર કરવા ચેતવણી આપી હતી અને 20 તારીખે મહેસાણામાં ભાજપના કાર્યક્રમનો વિરોધ કરાશે તેમ જણાવ્યું હતું.
ફાઇલ તસવીર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર