અમદાવાદના 2700 સહિત રાજ્યના 22,000 મેડિકલ સ્ટોર્સ આજે કેમ બંધ રહેશે જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 9:58 AM IST
અમદાવાદના 2700 સહિત રાજ્યના 22,000 મેડિકલ સ્ટોર્સ આજે કેમ બંધ રહેશે જાણો
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 9:58 AM IST
આજે દેશના 9 લાખ કેમિસ્ટ શોપબંધ રહેશે.ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં હડતાળ પડાઇ છે.અમદાવાદના 2700 મેડિકલ સ્ટોર્સ સહિત  રાજ્યના 22,000 મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહેશે.સુરતમાં 1 હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. જો કે દર્દીઓ ઇમરજન્સીમાં અહીથી દવા મેળવી શકે છે.

dava

ઓનલાઇન દવાઓના વેચાણ, રિટેલર માટે માર્જીન કમ કરવું અને ઇ-પોર્ટલ પર દવાઓનું વેચાણનું ડીટેલ્સ અપલોડ કરવું જરુરી કરવાના વિરોધમાં મંગળવારે આખા દેશમાં કેમિસ્ટ શોપ બંધ રહી છે. કેમિસ્ટ શોપ બંધ થવાને લીધે આજે દિવસભર દર્દીઓને પરેશાની ભોગવવી પડી શકે છે. એવામાં એ જાણવું જરુરી છે કે એવી કઇ જગ્યા છે જ્યા તમને દવા આજે પણ દવા મળી શકે છે. ન્યુઝ18 તમને એવી કેટલીક જગ્યાઓ બતાવે છે જ્યા આજે પણ તમે દવા ખરીદી શકો છે અને તે પણ ઘરબેઠા મંગાવી શકો છો.
ક્યાથી મળશે દવા

1 હોસ્પિટલની બહારથી દવા ખરીદો
રિટેલર એડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ કેમિસ્ટ એશોસિયેશને હડતાળ જાહેર કરી છે પરંતુ વિશ્વાસ અપાવ્યો છે કે એમ્સ, સફદરજંગ, આરએમએલ, એલએનજેપી જેવી હોસ્પિટલો બહાર દવાની દુકાનો ખુલી રખાશે. આ સિવાય દેશના બધી મોટી હોસ્પિટલો માટે આ અંગે ધ્યાન રખાયું છે.
2. હોસ્પીટલની ફાર્મસી
હડતાળ દરમિયાન તમે સરકારી હોસ્પિટલોની ફાર્મસી દુકાનો પરથી પણ દવા ખરીદી શકો છો. સરકારી હોસ્પિટલમાં દવાની દુકાનોને લઇ તેમને કોઇ વાધો નથી.
3. ઓનલાઇન મંગાવી લો
ભારતમાં મોટા ભાગના શહેરોમાં હવે ઓનલાઇન દવાઓ અને તેની હોમ ડીલીવરી મળે છે. તેના વિરોધમાં કેમિસ્ટ હડતાળ પર છે. જાણો ક્યા-ક્યા તમને ઓનલાઇન દવાઓ ઓર્ડર કરી શકો છો.
www.netmeds.com

www.medplusmart.com

www.1mg.com

bigbasket.com

pharmeasy.in

નોધ: કેટલીક ઓનલાઇન સ્ટોર એક દિવસ પહેલા જ્યારે કેટલીક મહત્વપુર્ણ દવાઓ માટે સવારે 11 વાગ્યા સુધી જ ઓર્ડર લે છે.
First published: May 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर