અંકલેશ્વરઃ લગ્નમાં આવેલા ત્રણ લાખ શહીદ રાહત ફંડમાં અપાયા

News18 Gujarati
Updated: February 27, 2019, 12:57 PM IST
અંકલેશ્વરઃ લગ્નમાં આવેલા ત્રણ લાખ શહીદ રાહત ફંડમાં અપાયા
લગ્ન પ્રસંગમાં યોજાયેલો ડાયરો

અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટ સહિત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામસિંહ બાપુએ પોતાના પુત્રના લગ્ન સમારંભ દરમિયાન રાખેલા લોકડાયરામાં ધોળક સ્વરપે એકત્ર થયેલા અંદાજે 3 લાખની માતબર રકમ પુલવામાં શહીદ પરિવારો માટેના રાહત ફંડમાં મોકલવાનો નિર્ણય લીધો હતો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ શહીદ જવાનોના પરિવારની પડખે સમગ્ર દેશવાસીઓ ઉભા રહ્યા છે. આ પરિવારનો કંઇકને કંઇક સહાય મોકલવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટ સહિત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામસિંહ બાપુએ પોતાના પુત્રના લગ્ન સમારંભ દરમિયાન રાખેલા લોકડાયરામાં ધોળક સ્વરપે એકત્ર થયેલા અંદાજે 3 લાખની માતબર રકમ પુલવામાં શહીદ પરિવારો માટેના રાહત ફંડમાં મોકલવાનો નિર્ણય લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે ગતા તા.24મીના રોજ વાલિયા રોડ સ્થિત ઓમકાર એક્સોટીકા ખાતે સીતાબા ઘનશ્યામસિંહના પુત્ર ક્રિપાલસિંહના લગ્ન સમારંભ નિમિત્તે લોક ડાયરાનું આયોજન હાથ ધવામાં આવ્યું હતું. જેમાં જામીતા લોક ગાયકો ગીતા રબારી તેમજ રાજભા ગઢવીએ ડાયરાની રંગત જમાવી હતી.

આ લોક ડાયરાની રંગત દરમિયા ધોળ સ્વરૂપે અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકત્ર થઇ હતી. જે ઘનશ્યામસિંહ વાઘેલાએ શહીદોના રાહત ફંડમાં મોકલી આપવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ-પ્રામાણિક્તાઃ અકસ્માત બાદ 108ના કર્મચારીએ પરિવાને પરત કરી રૂ.1 લાખની મતા

ઉલ્લેખનયી છે કે, પુલવામાના આતંકવાદી હુમલાના 12 દિવસ પછી ભારતીય વાયુસેના દ્વારા મધ્યરાત્રીએ બોમ્બ વર્ષા કરીને જૈશના આતંકવાદી ટ્રેનિંગ કેમ્પને નષ્ટનાબૂદ કરવામાં આવ્યા છે. જેના પગલે દેશવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
First published: February 27, 2019, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading