જય વ્યાસ, ભરૂચ: આફ્રિકાના વેન્ડામાં બુકાનીધારી લૂંટારુંઓએ ભરૂચના વેપારીની દુકાનને નિશાન બનાવી હતી અને બંદુકની અણીએ લાખો રૂપિયાની સનસનાટીભરી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના અને આફ્રિકાના વેન્ડા દેશમાં સ્થાયી થયેલા 45 વર્ષીય સલીમ મોહમ્મદ હારોળવાલા ઉર્ફે જબ્બાર બાવાની હાર્ડવેર શોપને બે દિવસ પહેલા બુકાનીધારી લુટારુઓએ નિશાન બનાવી હતી. બપોરના સમયે બુકાનીધારી લુટારુઓ દુકાનમાં પ્રવેશ્યા હતા અને બંદુકની અણીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. જેમાં લુટારુઓનો આતંક સ્પષ્ટ દેખાઈ છે. સલીમ હારોળવાલા છેલ્લા 15 વર્ષથી વેન્ડા દેશમાં રહી હાર્ડવેરનો વ્યવસાય કરે છે. તેમને 2 પુત્ર અને 1 પુત્રી છે. લૂંટની ઘટનાના સમાચાર મળતા ટંકારીયા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર