ભરૂચઃ ભાજપ પ્રમુખની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ, મોદીની મિમિક્રી કરાઈ

News18 Gujarati
Updated: December 6, 2018, 10:42 AM IST
ભરૂચઃ ભાજપ પ્રમુખની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ, મોદીની મિમિક્રી કરાઈ
નશામાં ધૂત ભાજપ કાર્યકર્તા

ભરૂચ તાલુકાના ભાજપના પ્રમુખ દિવ્યજીતસિંહ રાજની બર્થડે પાર્ટી નિમિત્તે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ જાહેર સ્થળ ઉપર દારૂની મહેફિલ માણતા નજરે ચડે છે.

  • Share this:
જય દવે, ભરૂચ

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ દારું વેચાવાના અને ખુલ્લે આમ દારૂ પીવાય એવા કિસ્સાઓ બનતા રહે છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ લોકોને કાયદાનો ડર રહ્યો નથી. બુટલેગરો પણ કાયદાનો ડર રાખ્યા વીના જ દારૂનો ધીકતો ધંધો કરી રહ્યા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ભરૂચનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખની બર્થ ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા નજરે ચડે છે. જાહેર સ્થળ ઉપર દારૂની મહેફીલ માણવાનો આ વીડિયો જ દર્શાવે છે કે ગુજરાતમાં કેટલી કડક દારૂબંધી છે.

મળતી માહિતી પ્રમાણે ભરૂચ તાલુકાના ભાજપના પ્રમુખ દિવ્યજીતસિંહ રાજનો જન્મ દિવસ હતો. તેમની બર્થડે પાર્ટી નિમિત્તે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ જાહેર સ્થળ ઉપર દારૂની મહેફિલ માણતા નજરે ચડે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દારૂની મહેફીલ દરમિયાન પીએમ મોદીની મીમીક્રી પણ કરતા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદ: ત્રણ યુવક-યુવતી દારૂની મહેફિલ માણતા ઝડપાયા, રેવ પાર્ટી હોવાની ચર્ચા

દારૂની મહેફિલના સ્થળની વાત કરીએ તો ભરૂચ નજીક આવેલી એક હોટલની બહાર રાતના સમયે દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. સ્થાનિકે આ મહેફિલનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયોના આધારે આજે ગુરુવાર સાંજ સુધીમાં પોલીસ ફરિયાદ પણ દાખલ થાય તેવી શક્યતાઓ સુત્રો સેવી રહ્યા છે.નશામાં ચકચુર રોહિત નિઝામાએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં મીમીક્રી કરી હતી. સોશિયલ થયેલા વીડીયોમાં તેઓ વડાપ્રધાનની સ્ટાઇલમાં મિત્રો, આ બર્થ ડે અમુક માટે જ છે, બીજા માટે નથી તેમ કહી અસભ્ય શબ્દોનો પ્રયોગ કરતાં જણાઇ રહયાં છે. જયાં એક તરફ રાજયમાં દારુબંધીનો કડક અમલ થઇ રહયો છે ત્યાં ખુદ ભાજપના આગેવાનો જ તેના લીરા ઉડાવી રહયાં છે.
First published: December 6, 2018, 9:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading