ભરૂચ: દારૂ સંતાડવા કબાટની નીચે બનાવ્યું રૂમ જેટલું મોટું ભોંયરું

News18 Gujarati
Updated: August 5, 2018, 2:50 PM IST
ભરૂચ: દારૂ સંતાડવા કબાટની નીચે બનાવ્યું રૂમ જેટલું મોટું ભોંયરું
સોસાયટીના એક ઘરમાં આવેલા એક કબાટની નીચે ભોંયરૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

  • Share this:
ભરૂચની રહેવાસી સોસાયટીના એક ઘરમાં આવેલા એક કબાટની નીચે ભોંયરું મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અહીં બનાવેલા ભોંયરામાંથી બે લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે આ ઉપરાંત બુટલેગરની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી કે છેલ્લા એક વર્ષથી ભરૂચની જલધારા સોસાયટીમાં એક ઘરમાં દારૂ વેચાઇ રહ્યો છે. જે પછી બહારથી આલિશાન લાગતાં ઘર પર પોલીસે દરોડા પાડ્યાં હતાં. પહેલા તો તેમને ત્યાંથી કંઇ મળ્યું ન હતું પરંતુ પછી ઝીણવટભરી તપાસ કરતાં ઘરમાં એક કબાટની નીચે ભોંયરૂં મળી આવ્યું હતું.

આ કબાટનાં નીચેના ખાનાની નીચે ભોંયરૂ


જેમાં બુટલેગરે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. કોઇને બહારથી કબાટ જોઇને સ્વપ્નેય વિચાર ન આવે કે અહીં અંદર મસમોટું ભોંયરૂ હશે.

બુટલેગરની ધરપકડ કરવામાં આવી.


ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી અને રૂ.2 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
બે લાખ જેટલો મુદ્દામાલ ભોંયરૂમાં હતો.


હાલ ક્રાઇમ બ્રાંચ આ બુટલેગરના અન્ય સાગરિતો તથા તે કોને અને ક્યાંથી આ વિદેશી દારૂ લાવીને સપ્લાઇ કરતો હતો તે જાણવામાં લાગી છે. પોલીસે ઘરના અન્ય સભ્યો તથા પાડોશીઓની પૂછપરછ હાથ ધરી છે.
First published: August 5, 2018, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading