અનામત માટે લાખો રાજપૂતો દિલ્હી ગજવીશુંઃભણસાલીને ફટકારનાર કરણી સેનાની ચિંમકી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 12:40 PM IST
અનામત માટે લાખો રાજપૂતો દિલ્હી ગજવીશુંઃભણસાલીને ફટકારનાર કરણી સેનાની ચિંમકી
રાજપૂત સમાજના ઈતિહાસને લઈને લડત લડનારી કરણી સેના દ્વારા સોમવારે અમદાવાદમાં ફિલ્મોમાં થતી રાજપૂત સમાજના ઈતિહાસની છેડછાડ અને અનામતને લઈને તીખી પ્રક્રિયા આપી છે. આવનાર સમયમાં અનામત ના મુદ્દાને લઈને દિલ્હીમાં લાખોની સંખ્યામાં રેલી કરવાની સરકાર ને ચેતવણી આપીછે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 12:40 PM IST
રાજપૂત સમાજના ઈતિહાસને લઈને લડત લડનારી કરણી સેના દ્વારા સોમવારે અમદાવાદમાં ફિલ્મોમાં થતી રાજપૂત સમાજના ઈતિહાસની છેડછાડ અને અનામતને લઈને તીખી પ્રક્રિયા આપી છે. આવનાર સમયમાં અનામત ના મુદ્દાને લઈને દિલ્હીમાં લાખોની સંખ્યામાં રેલી કરવાની સરકાર ને ચેતવણી આપીછે.
પોતાના હિંસક વિરોધ ને લઈને ઓળખાતી રાજપૂત સમાજ ની કરણી સેના હાલ દેશભરમાં લોકોના મત લઇ રહી છે. ત્યારે સોમવારે અમદાવાદ ખાતે કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા દ્વારા કહેવામાં આવ્યું કે રાજપૂત સમાજના ગૌરવશાળી ઈતિહાસ સાથે છેડછાડ ના થાય તે માટે કરણી સેના અને મહાકાલ સેના દ્વારા એક ખાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે. અગાઉ ફિલ્મ પદ્માવતીને લઈને કરણી સેના દ્વારા દેશભરમાં પોતાનો વિરોધ નોંધાવી ને રાજપૂત સમાજ ના ઈતિહાસ સાથે થતા છેડછાડ નો વિરોધ કર્યો હતો.

દેશભરમાં અનામત ને લઈને ઠેર ઠેર પ્રદર્શન થઇ રહ્યા છે. જાટ, રાજપૂત, પાટીદાર જેવા આંદોલન થઇ રહ્યા છે ત્યારે કરણી સેના દ્વારા અનામત ની સમીક્ષા થવી જોઈએ તેમ જણાવ્યું અને આર્થિક ગરીબ લોકોને અનામત મળે તેવી પણ માંગ કરી હતી. અને અનામત ને લઈને લાખો ની સંખ્યામાં રાજપૂત સમાજ ના લોકો દિલ્હી ખાતે આવનાર સમયમાં એકત્ર થશે તેવી ચીમકી પણ આપી હતી.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરિયાણા સહીત સંખ્યા બંધ રાજ્યોમાં અનામત ને લઈને માંગ ઉઠી રહી છે ત્યારે મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું કે જંગી બહુમતી સાથે ભાજપા સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના યુવાનોએ ખોબે ખોબે મત આપ્યા છે ત્યારે વડાપ્રધાન દ્વારા સર્વિસીસ માં પણ અનામત ની વાત નો કરણી સેના વિરોધ કરે છે. ખરેખર યુવાનો ને વડાપ્રધાન પાસે એવી અપેક્ષા છે કે જેવી રીતે રાતો રાત નોટબંધી નો નિર્ણય લેવામાં આવ્યો તે પ્રકારે અનામત નો નિર્ણય પણ લેવો જોઈએ.

હાર્દિક પટેલ અને હવે કરણી સેના દ્વારા પણ ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં રાજપૂત અને સવર્ણ સમાજ ને પણ અનામત મળવી જોઈએ તેવો રાગ આલાપ્યો છે ત્યારે આવનાર વિધાનસભા ચૂંટણીમાં અનામત નો મુદ્દો જલદ બની રહે તેવા એંધાણ વર્તાયા છે.
First published: May 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर