અંકલેશ્વર નગરપાલિકામાં 30 જગ્યાઓ માટે ભરતી, 26 ઓગસ્ટ સુધીમાં કરો અરજી

News18 Gujarati
Updated: August 12, 2019, 3:58 PM IST
અંકલેશ્વર નગરપાલિકામાં 30 જગ્યાઓ માટે ભરતી, 26 ઓગસ્ટ સુધીમાં કરો અરજી
18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી, ઈ-નગર શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવવાના રહેશે

18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી, ઈ-નગર શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવવાના રહેશે

  • Share this:
અંકલેશ્વર નગરપાલિકામાં કારકિર્દીની શરૂઆત કરી તેજસ્વી ભવિષ્યનું નિર્માણ કરવાની તક મળી રહી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટિસોની ભરતી યોજાઈ રહી છે.

કુલ 8 પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, કમ્પ્યુટર ઓપરેટર, સિવિલ એન્જિનિયર, ઈલેક્ટ્રીશીયન, પ્લમ્બર, ફિટર, ગાર્ડન-માળી અને પર્યાવરણ એન્જિનિયરનો સમાવેશ થાય છે.

ઉમેદવારી માટે શું લાયકાત જરૂરી છે?
ક્રમ ટ્રેડનું નામ લાયકાત બેઠકો
1 હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર આઈઆઈટી/અન્ય 6
2 કમ્પ્યુટર ઓપરેટર આઈઆઈટી/અન્ય 7
3 સિવિલ એન્જિનિયર આઈઆઈટી/અન્ય 3
4 ઈલેક્ટ્રીશીયન આઈઆઈટી/અન્ય 4
5 પ્લમ્બર આઈઆઈટી/અન્ય 2
6 ફિટર આઈઆઈટી/અન્ય 2
7 ગાર્ડન-માળી આઈઆઈટી/અન્ય 5
8 પર્યાવરણ એન્જિનિયર આઈઆઈટી/અન્ય 1
  કુલ 30

કઈ વયમર્યાદાના ઉમેદવારો અરજી કરી શકશે?
>> 18થી 35 વર્ષ સુધીના ઉમેદાવારો અરજી કરી શકશે.

અરજીપત્રક ક્યાંથી મળશે?
>> 18 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં અંકલેશ્વર નગરપાલિકા કચેરી, ઈ-નગર શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવવાના રહેશે.

શું છે અરજી કરવાની છેલ્લી તારીખ?
>> 26 ઓગસ્ટ સુધીમાં અરજી આરપીએડી/સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

અરજી કોને મોકલવાની?
>> અરજી મુખ્ય અધિકારી, અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વરના નામે (કવર પર એપ્રેન્ટિસ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાની રહેશે.

>> તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે રજૂ કરવાની રહેશે.

>> પસંદગી પામેલા ઉમેદવારોને સરકારના નિયમો મુજબ માસિક સ્ટાયપેન્ડ ચૂકવવામાં આવશે. એપ્રેન્ટિસશીપનો સમયગાળો પૂર્ણ થયે આપોઆપ છૂટા ગણવામાં આવશે.

>> અગાઉ એપ્રેન્ટિસશીપ કરેલા ઉમેદવારોએ અરજી કરવી નહીં.

આ પણ વાંચો, Amulમાં નોકરીની તક : ઉજ્જવળ કારકિર્દી બનાવવા આવી રીતે કરો એપ્લાય
First published: August 12, 2019, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading