લોકવાયકા : કોણ હતો હોલિકાનો પ્રેમી? શા માટે જંબુસરમાં નીકળે છે તેની 'અંતિમ યાત્રા'

લોકવાયકા : કોણ હતો હોલિકાનો પ્રેમી? શા માટે જંબુસરમાં નીકળે છે તેની 'અંતિમ યાત્રા'
ભરૂચના જંબુસર ગામની અનોખી પરંપરા

જાણવા જેવી વાત : લોકવાયકા મુજબ ઇલ્લાજીએ હોલિકાનો પ્રમી હતો અને તેના લગ્ન હોલિકા સાથે થવાના હતા, જંબુસરના પાંજરાપોળ પટેલ ખડકીની અનોખી પરંપરા

 • Share this:
  અલ્પેશ રાઠોડ, ભરૂચ : રાજ્યમાં આજે ઉલ્લાસથી ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વે દરમિયાન રાજ્યના જુદા જુદા ગામોમાં જુદી જુદી પરંપરા અને પ્રણાલીઓ મુજબ ઉજવણી થતી હોય છે. જોકે, ધુળેટીના આગલા દિવસે જે હોલિકા દહનની પરંપરા છે તે હોલિકા હિરણ્યકશ્યપની બહેન હતી. રાજ્યના જંબુસર ગામમાં હોલિકા સાથેની એક લોકવાયકા મુજબ ધુળેટીના દિવસે અનોખી ઉજવણી કરવામાં આવે છે. જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી ઉજવણી થાય છે. અહીંયા હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે.

  જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે જેમાં યુવાઓ ભાઇઓ બહેનો જોડાય છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં માબાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે.  અહીંયા ફળિયાનાં યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીનાં લોકો એકત્ર થઈ નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલીકાનો પ્રેમી અથવા તો મંગેતર હતો.  આ પણ વાંચો : ભરૂચ: માતા-પિતાની યાદમાં પુત્રએ બનાવ્યું અનોખું મંદિર, પૂજા સાથે કરે છે દિવસની શરૂઆત

  હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે તેના બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને તેની રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. આ સ્થિતિમાં તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે.

  આ પણ વાંચો : સુરત : કિન્નરોએ રાત્રિ કર્ફ્યૂમાં કતારગામ ચેકપોસ્ટ માથે લીધી, શરમજનક દૃશ્યો સર્જાયા

  અને અલગ અલગ રંગો તેમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે આ પરંપરામાં વર્ષોથી ચાલતી આવી છે. તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો એ જણાવ્યું હતું. આજે પણ વર્ષોની પરંપરા મુજબ ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયાં હતા.
  Published by:Jay Mishra
  First published:March 29, 2021, 15:50 pm

  ટૉપ ન્યૂઝ