ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે આજે મતદાન છે. સવારે 7 કલાકથી મતદાન શરૂ થઇ ગયુ છે. આ મતદાન માટે વલસાડ, સુરત અને ભરુચમાં વોટિંગ થઇ રહ્યુ છે. વાત કરીએ ભરુચની તો ભરુચમાં ભાજ ઉમેદવાર મનુસખ વસાવા અને કોંગેસ ઉમેદવાર શેરખાન પઠાણ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામશે.
ભરુચમાં કોંગ્રેસના નેતા એહમદ પટેલ પીરામણ ગામની શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ભરુચમાં કોંગ્રેસના અહમદ પટેલે હેટ્રિક લગાવી હતી, તેઓ ૮૪ માં હાર્યા પછી કોંગ્રેસ અહીં ફરીથે જીતી શ્કી જ નથી. અહીં ત્રિકોણીયો જંગ જ રહે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ૩ અને કોંગ્રેસ અએ ભારતીય ટ્રઈબલ પાર્ટીની ૨-૨ બેઠકો પર વિજય થયો છે. ભાજપના સંસદસભ્ય મનસુખ વસાવાને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસ છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટીની મદદથી પોતાનું સ્થાન જમાવવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ તેમાં સફળતા મળી નથી. નર્મદાના સુરત વાળા આદિવાસી પટ્ટામં છોટુ વસાવા બાહુબલી છે. તેમના ૪ લાખ મત છે અને અહમદ પટેલને રાજ્યસભામાં મોકલવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વની હતી. બેઠક પર સમજૂતિ થઈ નહીં, કારણ કે કોંગ્રેસે અંહીં મુસ્લિમ ચહેરો મેદાનમાં ઉતારવા માટે શેરખાન પઠાણને ટિકીટ આપી છે. તેથી હવે અહીં ત્રિકોણીયા જંગની સ્થિતિ ઉભી થઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર