અંકલેશ્વરઃ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો, પતિને પતાવી દીધો

અંકલેશ્વર તાલુકાના નવા દિવા ગામમાં પતિ-પત્ની વચ્ચેના ઘણા સમયના ઝઘડાને કારણે અંતે પતિને તેના સગાએ પાવડો મારતાં રહસ્યમયી સંજોગો કરપીણ હત્યા તથાં ચકચાર મચી ગઇ હતી.

News18 Gujarati
Updated: February 11, 2019, 3:40 PM IST
અંકલેશ્વરઃ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો, પતિને પતાવી દીધો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 11, 2019, 3:40 PM IST
ન્યૂઝ18 ગુજરાતીઃ અંકલેશ્વર તાલુકાના નવા દિવા ગામમાં પતિ-પત્ની વચ્ચેના ઘણા સમયના ઝઘડાને કારણે અંતે પતિને તેના સગાએ પાવડો મારતાં રહસ્યમયી સંજોગો કરપીણ હત્યા તથાં ચકચાર મચી ગઇ હતી. હત્યા કરનારા મુળ મહારાષ્ટ્રીયન હોવાથી 25 વર્ષથી નવા દિવા ખાતે મોતને ભેટનારના સંબંધી થતાં હતા.

મળતી માહિતી પ્રમાણે નવા દિવા ગામના પરેશભાઇ વસાવાના ભાઇ કંનભાઇ બાબુભાઇ વસાવા અને ધર્મપત્ની દિપીકાબેન અલગ રહેતા હતા. ઘણા સમયથી કોઇને કોઇ કારણે બન્ને વચ્ચે મનભેદ થતાં ઝઘડો થતો હતો. તા.9મી ફેબ્રુઆરીના રોજ સાંજે થયેલી તેઓની લડાઇમાં કંચનભાઇ વસાવાની ઉગ્ર બોલાચાલીમાં તેમનો સંબંધી રમેશભાઇ બાબુરાવ નામનો માણસ આવી જતાં વચ્ચે પડ્યો હતો.

વાતાવરણ ભારે સંઘર્ષવાળુ બનતાં ઘર્ષણમાં એકાએક રમેશ બાબુરાવે બાજુમાં પડેલો પાવડો હાથમાં લઇને સીધો કંચન વસાવાના માથે મારતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. અંતે તેનું કમકમાટી ભર્યું મોત થઇ ગયું હતું.

આ પણ વાંચોઃ-કચ્છઃ યુવક યુવતી રંગરેલિયા કરવામાં મશગૂલ હતા ત્યારે યુવકો આવ્યા અને પછી...

હત્યારો રમેશ બાબુરાવ મૂળ મહારાષ્ટ્રનો હોવાથી તેણે લગ્ન વસાવા સાથે કર્યા હોવાથી લગભગ 25 વર્ષથી નવા દિવા ગામે રહેતો હતો. હત્યા થયા પાછળનું રહસ્ય હજી અકબંધ હોવાનું લાગી રહ્યું છે. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં રમેશ બાબુરાવ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...