દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન: ભરુચમાં વાહનો તો અમરેલીમાં પશુઓ પાણીમાં તણાયા

અમરેલીમાં પશુ તણાય, ભરૂચમાં વાહનો તણાયા

Gujarat rain updates: ભરૂચમાં ગઈકાલે રાત્રે અને આજે સવારે પડેલા વરસાદને પગલે અમુક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.

  • Share this:
    ગાંધીનગર: ગુલાબ વાવાઝોડા (Gulab cyclone)ની અસરને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે (Weather department) કરી છે. જેના પગલે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ (Bharuch)માં ગઈકાલે રાત્રે અને આજે સવારે પડેલા વરસાદને પગલે અમુક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં વાહનો પણ પાણીમાં તણાયા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લા (Amreli district heavy rain)માં પણ ભારે વરસાદ પડ્યો છે. જેમાં રાજુલા તાલુકામાં પશુઓ પાણીમાં તણાયા હોવાની માહિતી મળી રહી છે.

    ભરૂચમાં ભારે વરસાદ:

    ભરુચ શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો છે. જેના પગલે શહેરના લિંક રોડ પર આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. સર્વત્ર પાણી પાણી હોવાથી સ્થાનિકોની હાલત કફોડી બની હોવાનું જાણવા મળ્યું છે. તો ઈન્દિરાનગરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. ઇન્દિરા નગરમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાના અહેવાલ મળી રહ્યા છે. અહીં લોકોના ઘરોમાં કેડ સમા પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન શહેરના ફૂરજા વિસ્તારમાં રોડ પર નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

    ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ:

    આજે સવારે (29 સપ્ટેમ્બર) છ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ભરૂચમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના રાજુલામાં ચાર કલાકમાં સવા બે ઇંચ વરસાદ, અંકલેશ્વરમાં બે ઇંચ વરસાદ , નવસારીના ગણદેવીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

    સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો:

    Gujarat rain data 29th September

    હાંસોટમાં 5.5 ઇંચ વરસાદ:

    બુધવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન જિલ્લાના હાંસોટમાં સૌથી વધારે 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. અંકલેશ્વર, વાલિયા અને વાગરામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે.



    24 કલાકમાં પડેલો વરસાદ:

    હાંસોટ- 5.5 ઇંચ
    અંકલેશ્વર- 4 ઇંચ
    વાલિયા- 4 ઇંચ
    વાગરા- 4 ઇંચ
    ભરૂચ- 3.5 ઇંચ
    ઝઘડિયા- 3 ઇંચ
    નેત્રંગ- 3 ઇંચ
    જંબુસર- 2 ઇંચ
    જંબુસર- 1.5 ઇંચં

    અમરેલીમાં પશુઓ તણાયા:

    સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની નદીઓ ગાંડીતૂર બની છે. અમરેલીના રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના પગલે ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. આ પૂરમાં કેટલાક રખડતા પશુઓ તણાયા હોવાનો વીડિયો સામે આવ્યો છે.



    બીજી તરફ અમરેલી જિલ્લામાં સારા વરસાદને પગલે વડિયાનો સુરવો ડેમ છલકાયો છે. સુરવો ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમના બે દરવાજા 2-2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published: