Home /News /south-gujarat /

એકતાઃ અકંલેશ્વરમાં પરપ્રાંતિઓએ ગુજરાતીઓ સાથે લીધા ગરબા

એકતાઃ અકંલેશ્વરમાં પરપ્રાંતિઓએ ગુજરાતીઓ સાથે લીધા ગરબા

શિતલ મિશ્રા કહે છે અહીં અમને કોઈ મુશ્કેલી નથી પડતી.

    જય વ્યાસ, ભરૂચ

    ભરૂચઃ થોડા દિવસો પહેલા ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાના અનેક બનાવો સામે આવ્યા હતા. જોકે, સરકાર અને પોલીસે ઉઠાવેલા પગલાંને કારણે ગુજરાત છોડી ગયેલા પરપ્રાંતિયો પરત ફર્યા છે અને ફરીથી કામે વળગ્યાં છે. ગુજરાતના ઓદ્યોગિક વસાહતોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો કામ કરે છે. ગાંધી અને સરદારના ગુજરાતે હંમેશા તમામ લોકોને ખુલ્લા દિલે સ્વીકાર કર્યો છે. પરપ્રાંતિયો પર હુમલાના બનાવો વચ્ચે એશિયાની સોથી મોટી ઔદ્યોગિક વસાહત એવા અંકલેશ્વરમાં પરપ્રાંતિયો અને ગુજરાતીઓ સાથે ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા છે.

    અંકલેશ્વરમાં રોજગારી અર્થે મોટી સંખ્યમાં ઉત્તરપ્રદેશ અને બિહારનાં લોકો સ્થાયી થયા છે. હાલ મા જગદંબાની ભક્તિ અને આરાધનાનો નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે પરપ્રાંતિયો પણ આ પર્વમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ભાગ લઈ રહ્યા છે. અંકલેશ્વરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ગુજરાતીઓ સાથે પરપ્રાંતિયો પણ ગરબા રમીને માતાજીની ભક્તિમાં લીન બને છે. ગરબે ઘૂમતા પરપ્રાંતિયોનું માનવું છે કે તેઓ વર્ષોથી અંકલેશ્વરમાં સ્થાયી થયા છે. અહીં તેઓ બિલકુલ અસુરક્ષા નથી અનુભવી રહ્યા. તમામ લોકો સંપીને રહે છે, તેઓ ગુજરાતીઓ સાથે જ નવરાત્રિ પર્વની ઉજવણી કરે છે.

    આ અંગે અનિલ શુક્લા નામના એક પરપ્રાંતિયો જણાવ્યું કે, "અહીં ભારતભરમાંથી આવેલા લોકો રહે છે. 50 ટકા લોકો પરપ્રાંતિયો છે. હું 27 વર્ષથી અંકલેશ્વરમાં રહું છું. અહીં બધા ભાઈચાર સાથે રહે છે. સંગઠિત સમાજ છે. ગુજરાત નંબર-1 રાજ્ય છે. અહીં લોકોને માન અને સન્માન મળે છે.

    અંકલેશ્વરમાં ગરબા


    વધુ એક પરપ્રાંતિય શીતલ મિશ્રાએ કહ્યું કે, "હું છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વરમાં રહું છું. હમણાં ગુજરાતી અને નોન-ગુજરાતી વચ્ચે સમસ્યા ચાલે છે, પરંતુ અહીં બધા સાથે મળીને ગરબા રમે છે. અહીં અમને કોઈ જ સમસ્યા નથી."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dhundhar, Garba, Industrial area, Navratri Festival, Non-Gujarati, Vibrant Navratrai 2018, અંકલેશ્વર, ગુજરાતી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन