ભરૂચમાં રૂ. 4400 કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે: નીતિન પટેલ

News18 Gujarati
Updated: October 14, 2019, 6:02 PM IST
ભરૂચમાં રૂ. 4400 કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે: નીતિન પટેલ
નીતિન પટેલ ભરૂચમાં

નીતિન પટેલે અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં રૂા.1.25 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટરનું “સુષ્મા શાંતિ” સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટર નામકરણ કર્યું હતું.

  • Share this:
ભરૂચ: નીતિન પટેલે જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં રૂા. 4400 કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે જે અંગેના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે. ભાડભૂત યોજના આગામી સમયમાં સાકાર થતાં ઉધોગોને જરૂરી પાણી મળી રહેશે એટલું જ નહિ દરિયાની ખારાશ અટકશે અને જમીન ફળદ્રુપ થશે જેને પરિણામે ભરૂચ જિલ્લો વધુ હરિયાળો બનશે.શ્રી પટેલે ઉમેર્યું કે ભરૂચમાં આગામી વર્ષથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલથી નવીન મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયના ઔધોગિક વિકાસમાં નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME) ક્ષેત્રનું મોટું યોગદાન છે. MSME ક્ષેત્ર ઉધોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તેમણે જણાવ્યું કે રાજયમાં MSME એકમોને સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ લેવામાંથી છૂટછાટ આપવામાં આવી છે એટલું જ નહીં ત્રણ વર્ષ સુધી આવી પરવાનગીઓ લેવામાંથી મુકિત આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔધોગિક વસાહતોના જળ પ્રદૂષણને નાથવા અંદાજે રૂા. 65 કરોડના ખર્ચે MSME એકમો માટે 10 એમ.એલ.ડીના કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં કર્યું હતું.

નીતિન પટેલે અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં રૂા.1.25 કરોડના ખર્ચે નિર્માણ થયેલા સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટરનું “સુષ્મા શાંતિ” સિનિયર સિટિઝન એકટિવિટી સેન્ટર નામકરણ કર્યું હતું. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે મે. સજજન ઇન્ડીયા લી. ધ્વારા રૂા. 51 લાખનો માતબર આર્થિક સહયોગ સાંપડયો છે.

અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં આગામી એક વર્ષમાં આ પ્રોજેકટ કાર્યાન્વિત થતાં ઔધોગિક મુડી રોકાણ વધવા સાથે રોજગારીની વિપુલ તકો સર્જાશે.નીતિન પટેલે જણાવ્યું કે, રાજયમાં MSME ક્ષેત્રે મહત્તમ રોકાણો આવે તે માટે રાજય સરકારે નવીન પ્રોત્સાહક પગલાં લીધાં છે. દેશના નાણાંમંત્રીએ નવીન રોકાણ માટે કોર્પોરેટ ટેક્ષ 31 ટકાથી ઘટાડી 15 ટકા કરી ઔધોગિક રોકાણ ક્ષેત્રે નવીન તકો ઉભી કરી છે જેને પરિણામે રાજયમાં મોટા પાયે ઔધોગિક ક્ષેત્રે રોકાણો થવાના છે જેનો લાભ અંકલેશ્વર વિસ્તારને પણ મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.

નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદ - વડોદરા અને જેતપુરના સાડી ઉધોગના ગંદા પાણીના શુધ્ધિકરણ માટે રાજય સરકારે રૂા. 2300 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
First published: October 14, 2019, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading