'તારે અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવો નહીં નહીંતર તારું ખૂન કરી નાખીશું'

News18 Gujarati
Updated: March 9, 2019, 2:46 PM IST
'તારે અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવો નહીં નહીંતર તારું ખૂન કરી નાખીશું'
પરિવારને જાણો : ભલે લગ્ન તમારી વચ્ચે થવાના હોય પણ પરિવારને જરૂરથી મળો. અને આ નવા પરિવાર સાથે તમે સહજતા અને સરળતાથી મનમેળ મેળવી શકો છો કે કેમ તે તપાસો. આ તમામ પાસા જોઇને પછી જ લગ્ન માટે હા પાડો.

પ્રેમિકાના પિતા અને પિતરાઇ ભાઇએ પ્રેમીના માથાના ભાગે કોઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભરૂચના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમિકાના પિતા અને પિતરાઇ ભાઇએ પ્રેમી હીતેશ પ્રહલાદભાઇ વસાવાના માથાના ભાગે કોઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા બે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી સુંદરપુરાના પ્રહલાદભાઇ ગોપાલભાઇ વસાવાએ આરોપીઓ શૈલેશભાઇ મોરાભાઇ વસાવા તથા આર્યનભાઇ રણજીતભાઇ વસાવા (રહે. સુંદરપુરા) સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર ફરિયાદી પ્રહલાદભાઇના દીકાર મરનાર હીતેશભાઇને તેના ગામમા રહેતી રાઘવી વસાવા સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ રાઘવીના પિતા શૈલેશભઆઇ અને તેના કાકાના દીકરા આર્યનભાઇને થતા મરનાર હીતેશ વસાવાને કહેલું કે 'તારે અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવો નહીં નહીંતર તારું ખૂન કરી નાખીશું'. એવી ધકમીઓ આપી હતી.

આ પણ વાંચોઃ-જામનગરઃ પ્રેમીને પામવા પ્રેમિકાએ બહેનો સાથે મળી પ્રેમીના પુત્રને જીવતો સળગાવ્યો

હીતેશ સાથે રાઘવીને પ્રેમસંબંધ હોવાનું ગમતું ન હોવાથી રાઘવીના પિતા શૈલેશભાઇ તથા તેના કાકાના દીકરા આર્યન બંને કાકા ભત્રીજા મળી હીતેશને માથાના ભાગે કોઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. બાબતની પોલીસ ફરિયાદ નોંધાતા રાજપીપળા પોલીસે બંને આરોપી સાે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
First published: March 9, 2019, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading