ભરૂચ: કેમિકલ ફેક્ટરીમાં ગેસ લિકેજ, 3 કામદારોના મોત

 • Share this:
  ભરૂચમાં પાનોલી GIDCની ઔદ્યોગિક એકમમાં ગેસ લિકેજની ઘટના બની છે. કંપનીમાં ગેસ લિકેજ થવાના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યા કેમિકલ બનાવતી કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાના દુર્ઘટના બની હતી.

  RSPLકંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી તે દરમિયાન અચાનક જ ગેસ લીકેજની થયો હતો. જેમા ત્રણ જેટલાં કામદારો મોત થયા છે. અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના મોત થયા હતા.  આ ઘટનાને પગલે કંપનીમાં ગેસ લીકેજ કેવી રીતે થયો તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી કરી છે.
  Published by:Bhoomi Koyani
  First published: