ફિક્સ પે કર્મચારીઓ માટે સરકારના નિર્ણયને જન અધિકાર મંચે આવકાર્યો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 1:20 PM IST
ફિક્સ પે કર્મચારીઓ માટે સરકારના નિર્ણયને જન અધિકાર મંચે આવકાર્યો
અમદાવાદઃફિક્સ પગાર કર્મચારીઓ માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.વર્ગ 4ના કર્મચારીઓના ફિક્સ પગાર કર્મીઓના પગારમાં 63 ટકાનો વધારો કરાયો છે.મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલા વર્ષોથી ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા માંગ હતી કે તેના પગારમાં વધારો કરવામાં આવે.અને ફિક્સપગારના કર્મચારીઓની માંગને લઈ છેલ્લા કેટલાક વર્ષોથી જન અધિકાર મંચ દ્વારા આદોલન કરવામાં આવી રહ્યુ હતુ.ત્યારે સરકાર દ્વારા ફિક્સ પગાર કર્મચારીઓ માટે સરકાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેને જન અધિકાર મંચે આવકાર્યો છે. જન અધિકાર મંચના અધ્યક્ષ રામ પ્રવિણે રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 1:20 PM IST
અમદાવાદઃફિક્સ પગાર કર્મચારીઓ માટે સરકારનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.વર્ગ 4ના કર્મચારીઓના ફિક્સ પગાર કર્મીઓના પગારમાં 63 ટકાનો વધારો કરાયો છે.મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલા વર્ષોથી ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા માંગ હતી કે તેના પગારમાં વધારો કરવામાં આવે.અને ફિક્સપગારના કર્મચારીઓની માંગને લઈ છેલ્લા કેટલાક વર્ષોથી જન અધિકાર મંચ દ્વારા આદોલન કરવામાં આવી રહ્યુ હતુ.

ત્યારે સરકાર દ્વારા ફિક્સ પગાર કર્મચારીઓ માટે સરકાર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેને જન અધિકાર મંચે આવકાર્યો છે.  જન અધિકાર મંચના અધ્યક્ષ પ્રવિણ રામે રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો છે. યુવા અને મહિલાઓની જીત છે તેમ પ્રવિણ રામે કહ્યુ હતું.


નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 63 ટકાનો વધારો કરાયો છે.વર્ગ-4ના કર્મચારીઓનો પગાર વધીને 16 હજાર થયો છે.સાતમા પગાર પંચ હેઠળ પગાર વધારો અમલી કરાશે.જેમનો પગાર 10,500 હતો તેમનો પગાર 16,224 થશે.11,500નો પગાર મેળવનારને હવે 19,950 મળશે.16,500નો પગાર ધરાવનારને હવે 31,340 મળશે.17,000નો ફિક્સ પગાર મેળવનારને હવે 38,090 મળશે.વર્ગ-3ના કર્મચારીઓના પગારમાં 90 ટકાનો વધારો કરાયો છે. DySO, મામલતદારના પગારમાં 138 ટકાનો વધારો કરાયો છે.1.18 લાખ ફિક્સ પગારદાર કર્મચારીઓને લાભ મળશે.10 ટકા HRA, ટ્રાન્સપોર્ટ અને મેડિકલ એલાઉન્સ પણ મળશે.જે કાયમી થઈ ચુક્યા છે તે કર્મચારીઓને પણ મોટો લાભ મળશે.1 ફેબ્રુઆરી 2017થી નિર્ણય અમલી બનશે.ફિક્સ પે કર્મચારીઓની સેવા પ્રથમ દિવસથી જ અમલી ગણવાની માગનો સ્વીકાર કરાયો છે.અત્યાર સુધી પાંચ વર્ષ બાદ સેવા અમલી ગણાતી હતી.કોન્ટ્રાક્ટના કર્મચારીઓના ભથ્થાને લઇને પણ વિચારણા ચાલી રહી છે.આ નિર્ણય સરકારના ફિક્સ પે કર્મચારીઓ માટે લેવાયો છે.


 


 
First published: January 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर