દ. આફ્રિકામાં ઘરમાં આગ લાગતા ગુજરાતી પરિવારના પાંચ લોકોનાં મોત

News18 Gujarati
Updated: April 13, 2018, 10:36 AM IST
દ. આફ્રિકામાં ઘરમાં આગ લાગતા ગુજરાતી પરિવારના પાંચ લોકોનાં મોત

  • Share this:
દક્ષિણ આફ્રિકાના ભરૂચના અંકલેશ્વર નજીક મૂળ દીવા ગામના એક જ પરિવારના પાંચ લોકોનાં ઘરમાં આગ લાગતા મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પાસે આવેલ દીવા ગામનો મુસ્લીમ પરિવાર દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો છે. જેમના ઘરમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી જેમાં એક જ પરિવારના પાંચે સભ્યોના મોત નિપજ્યા છે. ઘરમાં આગ લાગતા બે બાળકો સહિત પાંચ લોકોના ઘટના સ્થળ પહર જ મોત થયા છે.કેવી રીતે થયાં મોત?

દક્ષિણ આફ્રિકા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે કે, વહેલી સવારે 3.30 કલાકે આ પરિવાર ઉંઘતો હતો તે સમયે કેટલાક તોફાની તત્વોએ પેટ્રોલ બોંબ તેમના ઘરમાં નાખ્યો હતો, જેના કારણે ઘરમાં ભિષણ આગ લાગી હોવાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.

કોણ છે આગમાં મોતને ભેટનાર પરિવાર

મૂળ ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પાસે આવેલ દીવા ગામના અબ્દુલ અઝીઝ કેટલાક સમયથી પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. અબ્દુલ અઝિઝ સાઉથ આફ્રિકામાં સીબીડી સ્ટોરમાં કામ કરતા હતા. તેમના મોત બાદ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે, તેઓ લાર્ચ રોડ પર આવેલ આ ઘરમાં પાંચ મહિનાથી જ શિફ્ટ થયા હતા.સાઉથ આફ્રિકા પોલીસનું શું કહેવું છે

સાઉથ આફ્રિકા પોલીસે આ ઘટના મુદ્દે હજુ ખુલીને વાત નથી કરી પરંતુ તેમની પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું કે, આ ઘટના વહેલી સવારે 3.30 કલાકે બની છે, જેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, કોઈકે પેટ્રોલ બોમ્બ દ્વારા ઘર સળગાવ્યું છે. જેના કારણે એક જ પરિવારના લોકોના મોત નિપજ્યા છે. પોલીસને પરિવારના મૃતદેહ ઘરના વરંડામાંથી મળી આવ્યા છે. પાડોશીઓનું કહેવું છે કે, ફાયર બ્રિગેડ આવી ત્યારે અમને આગ લાગવાની ઘટનાની જાણ થઈ.હવે એક જ પરિવારના પાંચ લોકોના મોતનું રહસ્ય ઘુંટાતુ જોવા મળી રહ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે, ઘરમાં આગ લાગી તો, ઘરના વરંડામાંથી તેમની લાસ કેવી રીતે મળી. હાલ પોલીસ આ બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ કરી રહી છે. પોલીસે અકસ્માત, હત્યા, કાવતરૂ એમ ત્રણે એન્ગલને ધ્યનમાં રાખી તપાસ હાથ ધરી છે.

First published: April 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading