શિક્ષક બનવા માગતો શિક્ષિત યુવક બની ગયો બાઇક ચોર જુવો એ કોણ છે!

News18 Gujarati | News18 Gujarati
Updated: April 2, 2017, 5:14 PM IST
શિક્ષક બનવા માગતો શિક્ષિત યુવક બની ગયો બાઇક ચોર જુવો એ કોણ છે!
ભરૂચના અંકલેશ્વર-હાંસોટ અને ઝઘડિયામાં બાઈક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ રીઢા ગુન્હેગારની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી ૭ બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અત્યારસુધી ૨૦થી વધુ ગુના આચરી ચુક્યો છે. બાઇક ચોર દિપક વસાવાએ એમએબીએડ સુધી અભ્યાસ કર્યો છે.

  • Share this:

બાળકોના ભવિષ્ય નિર્માણ માટે શિક્ષકની નોકરી મેળવવાના સ્વપ્ન સાથે એમએ બીએડનો અભ્યાસ કરનાર આ શખ્સને અભ્યાસ બાદ તુરંત નોકરી ના મળતા ચોરીના રવાડે ચડ્યો અને એવા મિત્રોનો સાથ મળ્યો કે ચાર મિત્રોની ટોળકી કુખ્યાત વાહનચોર ટોળકી તરીકે ઓળખવા લાગી છે. અંકલેશ્વરના સંજાલી ગામનો રહેવાસી દીપક વસાવા ચોરીની બાઈક વેચવાની ફિરાકમાં હતો એ દરમ્યાન શહેર પોલીસે તેને આમલાખાડી બ્રીજ પરથી ઝડપી પાડ્યો હતો.

દીપકની ધરપકડ કરી પુછતાછ કરવામાં આવતા તેણેત્રણ મિત્રો અશ્વિન વસાવા,પ્રતીરાજ તથા રવિ નામના શકશો સાથે મળી બાઈક ચોરીના ગુન્હાની કબૂલાત કરી હતી. આ ચોર ટોળકીએ અંકલેશ્વર,હાંસોટ અને ઝઘડીયા પંથકમાં બાઈક ચોરી તથા ઘરફોડ ચોરીના ૬ થી ૭ ગુન્હાને અંજામ આપ્યો હોવાનું અને ૨૦થી વધુ ગુનાઓમાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
First published: April 2, 2017, 5:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading