24 દિવસથી બંધ રહ્યા બાદ દહેજ-ઘોઘા રોપેક્સ શુક્રવારથી ફરી થશે કાર્યરત

રો-રો ફેરીની ફાઇલ તસવીર

ગત 21 નવેમ્બરે દહેજ-ઘોઘાની સફર દરમિયાન સિમ્ફોની જહાજ ઘોઘાથી ત્રણ નોટિકલ માઇલ દૂર દરિયા વચ્ચે ખોટકાયા બાદ ત્રણ દિવસથી ટ્રાયલ રન લેવાાં આવી રહ્યો છે.

 • Share this:
  જય વ્યાસ, ભરૂચ

  ગત 21 નવેમ્બરે દહેજ-ઘોઘાની સફર દરમિયાન સિમ્ફોની જહાજ ઘોઘાથી ત્રણ નોટિકલ માઇલ દૂર દરિયા વચ્ચે ખોટકાયા બાદ ત્રણ દિવસથી ટ્રાયલ રન લેવાાં આવી રહ્યો છે. જોકે તેનાં પરિણામ જાહેર કરાયાં નથી. આવતી કાલે એટલે કે શુક્રવારથી 24 દિવસ બંધ રહેલી રોપેક્સ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

  મળતી માહિતી પ્રમાણે કરોડોના ખર્ચે દહેજ-ઘોઘા વચ્ચે મુસાફર અને વાહનોની સરફ માટે ખરીદાયેલા વોયઝ સિમ્ફોની જહાજ ગત 21 નવેમ્બરે ઘોઘાથી પાંચ કિલોમીટર દૂર મધદરિયે ખોટકાયું હતું. એન્જિનમાં આવેલી ક્ષતિના કારણે બંધ સેવા અગાઉ 7 ડિસેમ્બરે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ સેવા 14 ડિસેમ્બરે શરૂ કરવાની જાહેરાત કંપની દ્વારા વેબસાઇટ ઉપર ઓનલાઇન મુકવામાં આવી છે. આ ઉપરાંત આ સેવાના હવામાનની સ્થિતિ મુજબ ફેરફાર થઇ શકવાની શક્યતા પણ દર્શાવી હતી.

  આ પણ વાંચોઃ-દહેજ-ઘોઘા રો રો ફેરી અધવચ્ચે જ અટકી, મધદરિયે ફસાયું જહાજ

  રોપેક્સ ફેરી અંગે કંપનીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ દિવસથી વોયઝ સિમ્ફનીની ટ્રાયલ રન ચાલી રહી છે. તેના પરિણઆમ એટલે કે ટ્રાયલ સફળ રહી છે કે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી. કંપની દ્વારા ઓનલાઇન બુકિંગ 14 ડિસેમ્બર માટે શરૂ કરી દેવામાં આવ્યું છે. રોપેક્સ સાથે આઇસલેન્ડ ઝેડ રો-રો ફેરી સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી હતી. હવે આગામી ક્રિસમસ, થર્ટીફસ્ટને લઇ જીએમબી અને રોપેક્સ સર્વિસ ઓપરેટ કરતી કંપની દ્વારા રોપેક્સ સેવા પુનઃ કાર્યરત કરવામાં આવશે.
  Published by:ankit patel
  First published: