ભરૂચની યુવતીનો આપઘાત, સાસરિયાંઓને 10 વર્ષની કેદ

ભરૂચની યુવતીએ કરેલા આપઘાત કેસમાં પતિ, સસરા અને ફોઇ સાસુને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારતો હુમ કર્યો છે.

News18 Gujarati
Updated: January 31, 2019, 2:03 PM IST
ભરૂચની યુવતીનો આપઘાત, સાસરિયાંઓને 10 વર્ષની કેદ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: January 31, 2019, 2:03 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ ભરૂચની યુવતીએ કરેલા આપઘાત કેસમાં પતિ, સસરા અને ફોઇ સાસુને કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારતો હુમ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ભરૂચમાં રહેતી અદિતીના લગ્ન તેણીના માતા-પિતાએ વર્ષ 2014માં સુરત મુકામે ડેન્ટિસ્ટ ડો. સારંગ શ્રોફ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ અદિતિ સુરત મુકામે તેણીના પતિ સારંગ સાથે તથા સસરા રમેશચંદ્ર શ્રોફ અને ફોઇ સાસુ જમનાબેન સાથે રહેતી હતી.

અદિતિના પતિ તથા સસરા અને ફોઇ સાસુએ તેણીની પાસે દસ લાખ અને સોનાની ચેઇન વગેરે દહેજની માગણી કરી હતી. તેઓ તેણીને અસહ્ય માનસિક અને શારિરીક ત્રાણ આપતા હતા. આ બાબતે મરણ જનાર અદિતિ સાથે વર્ષ ભરૂચ મોકલી આપી હતી. જેથી ભરૂચ ખાતે અદિતિ તેના એપાર્ટમેન્ટના બિલ્ડિંગની અગાશી પરથી નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જેની તપાસ અદિતિના સામાનમાંથી સ્યૂસાઇડ નોટ તથા અન્ય પત્રો મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-VIDEO : અમદાવાદમાં દવા લેવા નીકળેલી મહિલાએ 10માં માળેથી લગાવી મોતની છલાંગ

જેથી મરણ જનાર અદિતિના પિતાએ આરોપી સારંગ રમેશચંદ્ર શ્રોફ, રમેશચન્દ્ર શ્રોફ અને જમનાબેન વિરુદ્ધ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખઆતે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના ચોથા એડિશનલ સેસન્સ જજ એસ.પી. ભટ્ટ સમક્ષ યારોપી સારંગ શ્રોફ, રમેશચંદ્ર શ્રોફ, જમનાબેન રહેવાસી સુરતનાઓને દોષિત ઠેરવ્યા હતા. આત્મહત્યા માટે દુષ્પેરણા બદ તમામને 10 વર્ષની કેદની સજા અને 11,50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
First published: January 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...