અહેમદ પટેલે ભરૂચ જિલ્લાના વિકાસ માટે કર્યા અનેક કામો, કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્યો પર એક નજર

અહેમદ પટેલ (ફાઇલ તસવીર)

જિલ્લામાં દહેજ ઔદ્યોગિક વસાહતના વિકાસની શરૂઆત અહેમદ પટેલને આભારી છે.

  • Share this:
ભરૂચ (Bharuch) જિલ્લાના વિકાસ માટે અહેમદ પટેલ (Ahmed Patel)દ્વારા અનેક કાર્યો કરવામાં આવ્યા છે. જિલ્લામાં દહેજ ઔદ્યોગિક વસાહતના વિકાસની શરૂઆત અહેમદ પટેલને આભારી છે. સૌથી પહેલા આઈ.પી.સી.એલ દહેજ ખાતે લાવવામાં તેઓનો સિંહ ફાળો છે. અહેમદ પટેલ જિલ્લાના નાનામાં નાના વ્યક્તિના કામ માટે હંમેશા તત્પર રહેતા. રાજકારણથી પર થઇ તેઓ દરેક વ્યક્તિની મદદ કરતા હતા. ભરૂચ જિલ્લામાં તેઓએ કરેલ કર્યો ઉપર નજર કરીએ.

1. દહેજ જી.આઈ.ડી.સી.માં આઈ.પી.સી.એલ કંપની કે જે અગાઉ વડોદરા હતી તેને દહેજ ખાતે સ્થાપિત કરી.
2. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મોટા ઉદ્યોગો લાવવામાં સિંહ ફાળો.
3. વાલિયા ખાતે રોજગારી વધે તે માટે પેટ્રોફિલ્સ જેવી મોટી કંપનીને સ્થાપવામાં સિંહ ફાળો.
4. ભરૂચ જિલ્લાના કામદારોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા પી.એફ.ઓફિસની ભરૂચમાં સ્થાપના.
5. ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલની અંકલેશ્વર ખાતે સ્થાપના.
6. એફ.ડી.ડી.આઈ. જેવી સંસ્થાનીઅંકલેશ્વરમાં સ્થાપના કરી.

'અહેમદ પટેલે ધાર્યું હોત તો રાષ્ટ્રપતિ બની શકતા, તેઓ હંમેશા સત્તાથી વિમુખ રહ્યા' : શંકરસિંહ વાઘેલા

મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર દીકરીને પિતાએ જ પેટમાં મારી છરી, ત્રણ ભાઇઓએ આપ્યો સાથ

7. નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ બનાવવામાં સિંહફાળો.
8. કબીરવાડના વિકાસ માટે રૂ. 50 કરોડનું યોગદાન.
9. ગરીબ વ્યક્તિઓની સારવાર માટે અંકલેશ્વર ખાતે સરદાર પટેલ તેમજ ભરૂચ ખાતે સેવાશ્રમ હૉસ્પિટલનું નવીનીકરણ
10. અંતરિયાળ અનેક વિસ્તારોમાં માર્ગોનું નવીનીકરણ.
11.ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનને સ્ટોપેજની ફાળવણી.
12. દહેજ અને ભરૂચ વચ્ચે ઉદ્યોગોના માલના વહન માટે ગુડ્સ ટ્રેન તેમજ મુસાફરો માટે પેસેન્જર ટ્રેન શરૂ કરાવવા યોગદાન.

13. નર્મદા જિલ્લાનું અંતરિયાળ વાંદરી ગામ દત્તક લઈ ગામની કાયાપલટ કરી.
14. માતા તેમજ પિતાના નામથી એચ.એમ.પી.ફાઉન્ડેશનની સ્થાપના કરી શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે આમૂલ યોગદાન.
Published by:Kaushal Pancholi
First published: