કૉંગ્રેસનાં 'ચાણક્ય' ગણાતા અહેમદ પટેલ ગુજરાતનાં પીરામણ ગામના હતા વતની

અહેમદ પટેલ (ફાઇલ તસવીર)

અહેમદ પટેલનો જન્મ ગુજરાતનાં અંકલેશ્વર પાસે આવેલા પીરામણ ગામમાં થયો હતો.

 • Share this:
  રાજ્યસભાના સાંસદ અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીના  (Sonia Gandhi) રાજકીય સલાહકાર અહેમદ પટેલનું (Ahmed Patel) આજે 25 નવેમ્બરના રોજ કોરોનાને કારણે નિધન થયું છે. તેમનો જન્મ ગુજરાતનાં (Gujarat) અંકલેશ્વર પાસે આવેલા પીરામણ  (Piraman) ગામમાં થયો હતો. તેઓ મોહમ્મદ ઇશાક પટેલ અને હવાબહેન પટેલનાં પુત્ર હતા. કૉંગ્રેસ પાર્ટીનાં 'ચાણક્ય' ગણાતા અહેમદ પટેલનો ગુજરાત સાથે પહેલાથી જ સંબંધ રહ્યો છે.

  પીરામણ ગામ ડિજિટલ ગામ છે

  માનવામાં આવે છે કે, અહેમદ પટેલ દિલ્હીમાં રહેતા નહીં તો પોતાના ગામ પીરામણમાં રહેતા. અહીંના લોકો પણ તેમને ઘણું માનતા હતા. તેમણે પીરામણને ડિજિટલ કમ મોડલ ગામ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું. અંકલેશ્વર જિલ્લામાં આ એવું ગામ હતું જે વાઇ ફાઈ યુક્ત બનાવવામાં આવ્યું હતું. આ સાથે આ ગામમાં ઉર્જા બચાવા માટે એલ.ઇ.ડી લાઇટ મૂકેલા ભારને અનુશાર ગામની તમામ સ્ટ્રીટ લાઇન એલ.ઇ.ડી યુક્ત તેમજ ગામને જોડતા મુખ્ય માર્ગ પર મુકાઈ છે. તો ગામ ની શાળાનું ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે.

  કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલનું નિધન, પુત્રએ ટ્વીટ કરીને આપી જાણકારી

  આધુનિક સુવિધાથી સજ્જ ગામ

  ગામમાં વોલ ટુ વોર ઇન્ટર લોકિંગ બ્લોક અને આર.સી.સી રોડ. ગામ ત્રણ ફિલ્ટર પ્લાન્ટ વડે ધર-ધર સુધી પાઇપલાઇન વડે પાણી આપવામાં આવી રહ્યું છે. તો ફિલ્ટર પ્લાન્ટ નિશુલ્ક પાણીનું વિતરણ કરવામાં આવે છે. 100 ટકા ટોઇલેટ બ્લોક કામગીરી તો ક્યારની પૂર્ણ થઈ ચૂકી છે. ગામમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરી નિકાલ કરવામાં આવે છે. તો કપડાં ધોવા માટે બે ધાટ ઊભા કરવામાં આવ્યા છે. આદિવાસી સ્મશાન ભૂમિ સુધી આર.સી.સી માર્ગ સાથે આધુનિક સ્મશાન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. તો આમલા ખાડી બંને તરફ ટ્રી પ્લાન્ટેશન તેમજ નાના પાર્ક ઊભા કરવામાં આવ્યા છે. જિલ્લાનું પ્રથમ ગામ હેલિપેડ ભાડે આપવાની સુવિધા પણ ગ્રામ પંચાયત દ્વારા ઊભી કરવામાં આવી છે.

  અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું, પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  લોકસભા ચૂંટણીમાં પટેલ પોતાનો ગઢ જીતાડી શક્યા ન હતા

  કૉંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલ મૂળ પીરામણ ગામના હતા, જે અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. લોકસભા ચૂંટણીમાં અંકલેશ્વર બેઠક છેલ્લે કોંગ્રેસ 46,912 મતોથી હારી હતી તો આ ગત લોકસભા ચૂંટણીમાં અંકલેશ્વરમાં ભાજપને 75 હજારથી વધુ મતોની લીડ મળી હતી. આ સિનિયર નેતા પોતાની વિધાનસભાની બેઠક પણ સાચવી શક્યા નહતા.
  Published by:Kaushal Pancholi
  First published: