રાજ્યસભાના સાંસદ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 71 વર્ષે બુધવારે એટલે 25 નવેમ્બરનાં રોજ નિધન થયું છે. તેમની છેલ્લા ઘણાં સમયથી કોરોનાની સારવાર પણ ચાલી રહી હતી. તેમની ચીરવિદાયથી વતન પીરામણ પણ શોકાતુર બન્યું છે. મોટી સંખ્યામાં લોકો અને કૉંગ્રેસનાં નેતાઓની હાજરીમાં અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી છે.
સ્વજનોએ પીપીઇ કિટ પહેરી કરી અંતિમ વિધિ
આજે સવારે 10 વાગ્યે તેમની દફનવિધિ તેમના ગામ પીરામણમાં છે. બુધવારે તેમનો નશ્વર દેહ વડોદરા એરપોર્ટ લવાયો હતો અને ત્યારબાદ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં કોલ્ડરુમમાં રાખવામાં આવ્યો છે. સ્વજનો પીપીઇ કિટ પહેરીને દફન વિધિમાં હાજરી આપી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી.
કૉંગ્રેસનાં મોટા નેતાઓ રહ્યા હાજર
અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરવામાં આવી છે. રાહુલ ગાંધી સાથે છત્તીસગઢના CM ભુપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પણ અહેમદ પટેલની અંતિમવિધિમાં કબ્રસ્તાન ખાતે પહોંચ્યા છે.
રાહુલ ગાંધીએ અહેમદ પટેલનાં પરિવારને આપી સાંત્વના
કૉંગ્રેસનાં ચાણક્ય અને ગાંધી પરિવારના નજીકના સાથી માનવામાં આવતા અહેમદ પટેલના અવસાનથી મોટો ફટકો પડ્યો છે. તેમને અંતિમ વિદાય આપવા માટે રાહુલ ગાંધી પણ ગુજરાત આવી પહોંચ્યા છે . રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચ્યા છે જ્યાંથી તેઓ પીરામણ પહોંચ્યા છે. તેમણે અહેમદ પટેલનાં પરિવારને સાંત્વના આપી હતી.
નોંધનીય છે કે, રાહુલ ગાંધી અંદાજે બે કલાક જેટલા સમયમાં બાય રોડ પીરામણ પહોંચ્યા હતા. જ્યાં અહેમદ પટેલની દફનવિધિમાં હાજરી આપી બાય રોડ સુરત એરપોર્ટ જવા રવાના થશે.

અહેમદ પટેલનાં પાર્થિવ દેહને તેમના ધર આંગળે લઇ જવામાં આવ્યો છે.
કૉંગ્રેસનાં 'ચાણક્ય' ગણાતા અહેમદ પટેલ ગુજરાતનાં પીરામણ ગામના હતા વતની
અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પૂર્ણ થશે
દિલ્હીથી અહેમદ પટેલનો નશ્વર દેહ ચાર્ટર પ્લેન દ્વારા વડોદરા પહોંચ્યો હતો. વડોદરાથી એમ્બુલન્સ દ્વારા અંકલેશ્વર લાવવામાં આવ્યો. જે પછી સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં તેમનો પાર્થિવ દેહ મૂકવામાં આવશે. આ પછી તેમનો નશ્વર દેહ તેમના વતન પીરામણ ખાતે પહોંચશે. જ્યાં અહેમદ પટેલની અંતિમ ઇચ્છા મુજબ તેમના માતાપિતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવશે.
'અહેમદ પટેલે ધાર્યું હોત તો રાષ્ટ્રપતિ બની શકતા, તેઓ હંમેશા સત્તાથી વિમુખ રહ્યા' : શંકરસિંહ વાઘેલા
નેતાઓનો જમાવડો
સવારથી સાજ સુધીમાં રાજકીય અગ્રણીઓમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, કદીર પીરઝાદા, પરિમલસિહ રાણા, નાઝુભાઇ ફળવાલા, રાજેન્દ્રસિંહ રણા, ભુપેન્દ્ર જાની, અરવિંદ દોરાવાલા, સંદિપ માગરોલા, સુનિલ પટેલ, ગુલામખા રાઇમા સહિત અગ્રણીઓ આવી પહોંચ્યા હતા.
કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરાયુ
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સ્થાનિક ગ્રામજનો તેમજ મળવા આવતા લોકો દ્વારા કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. તમામ લોકો દ્વારા માસ્ક પહેરવામાં આવ્યું હતું. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવામાં આવ્યું હતું.